કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત
પુત્રની ચાહતમાં બે પુત્રીની માતાને અંધવિશ્વાસના કારણે તાંત્રિક પાસે જવાનું ભારે પડ્યું હતું. બીમાર મહિલા અંધવિશ્વાસમાં પડીને ડોક્ટર પાસે જવાના બદલે પોતાના પતિ સાથે એ તાંત્રિક પાસે પહોંચી ગઈ હતી.


રાજસ્થાનના ભરતપુરમાં પુત્રની ચાહતમાં એક મહિલાને (woman) અંધવિશ્વાસના (Superstition) કારણે તાંત્રિક પાસે જવાનું ભારે પડ્યું હતું. તાંત્રિકે (Tantric) તંત્ર-મંત્રના ચક્કરમાં મહિલાની જીવ લઈ લીધો હતો. હવે પોલીસે આરોપી (accused arrested) તાંત્રિકને ધરપકડ કરી લીધી છે.


ભરતપુરના અસ્તાવન ગામમાં એક મહિલાને બે પુત્રીઓ હતી અને તે આગામી સંતાન પુત્ર ઈચ્છતી હતી. એટલા માટે તે એક તાંત્રિકના શરણે પહોંચી હતી. પહેલાથી બીમાર મહિલા જ્યારે તાંત્રિક પાસે પહોંચી તો આરોપી તાંત્રિકે તેના શરીરમાં ખરાબ આત્મા હોવાનો દાવો કર્યો હતો.


બીમાર મહિલા અંધવિશ્વાસમાં પડીને ડોક્ટર પાસે જવાના બદલે પોતાના પતિ સાથે એ તાંત્રિક પાસે પહોંચી ગઈ હતી. તાંત્રિકે દાવો કર્યો કે મહિલાના શરીરમાં ભૂત-પ્રેતનો સાયો છે અને તેની સારવાર કરવાનું શરૂ કરી દીધું હતું.


તાંત્રિક દ્વાાર સારવાર દરમિયાન મહિલાની તબીયત વધારે બગડી હતી. જ્યારે પરિવારજનોએ તેને હોસ્પિટલ પહોંચાડી તો તેનું મોત થયું હતું. મૃત મહિલાના પરિવારજનોએ સાસરી પક્ષ અને તાંત્રિક સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. (તમામ તસવીરો આજતક)


પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મહિલાના હાથ, પગ, માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા અને દાઝ્યાના નિશાન મળ્યા હતા. મૃતક મહિલાના શરૂર ઉપર અનેક જગ્યાએ લોખંડની ખીલીના છીદ્રો પણ હતા.