

ખગોળ વૈજ્ઞાનિકોએ ખોડા દિવસ પહેલાં દુનિયાના અત્યાસુધીના સૌથી તાકાતવર સુપરનોવા એટલે કે તારાના વિસ્ફોટ (Supernova)ની માહિતી મેળવી છે. તેમનું કહેવું છે કે આ સુપરનોવા SN2016aps અત્યારસુધીનો સૌથી મોટો પ્રચંડ વિસ્ફોટ છે. બ્રિટનની બર્મિંગઘમ યૂનિવર્સિટી અને અમેરિકાના હાવર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિકોએ આ સુપરનોવાનો અભ્યાસ કર્યો છે. તેમનું માનવું છે કે આ સુપરનોવાના કારણે બ્રહ્માંડમાં 200 ટ્રિલિયન ટીએનટીનો બ્લાસ્ટ થાય અને તેના કારણે જેટલી ઉર્જા નીકળે એટલી ઉર્જા નીકળી છે.


આ સુપરનોવામાંથી સામાન્ય સુપરનોવા કરતા 500 ગણી વધુ ઉર્જા ઉત્પન્ન થઈ છે. જ્યારે બે વિશાળ તારાઓ એક સાથે ટકરાતા હોય ત્યારે આ સુપરનોવા રચાય છે. નેચર એસ્ટ્રોનોમી તરીકે ઓળખાતા પીઅર રિવ્યુ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા તેમના સંશોધન પેપરમાં સંશોધનનાં સહ-લેખક ઇડ્ડુ બર્ગરએ તેનું કદ, .ઉર્જા અને તેજ સિવાય તેને ઘણી રીતે ખૂબ વિશેષ ગણાવ્યું છે.


વૈજ્ઞાનિક ઇડો બર્ગે જણાવ્યું કે આ પ્રકારની અસામાન્ય ઉર્જાવાળા સુપરનોવાની આસપાસ વાદળમાં હાઇડ્રોજનની ભરપૂર માત્રા હોવાનું જાણવા મળ્યું છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ સુપરનોવા સુર્ય જેવા બે વિશાળ તારાઓના અથડાવાથી બન્યું હશે. અત્યારસુધી આ પ્રકારની ઘટનાનો ઉલ્લેખ ફક્ત સૈદ્ધાંતિક રીતે થતો હતો પરંતુ પહેલીવાર તેનું વૈજ્ઞાનિક પ્રમાણ મળ્યું છે.


વૈજ્ઞાનિકોને આશા છે કે આ ઘટનાના કારણે અનેક સુપરનોવાની માહિતી મળશે. આ અભ્યાસથી બ્રહ્માંડની અગાઉની સ્થિતિ કેવી હતી તે જાણવાની તક પણ મળશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ સુપરનોવા એટલો પ્રભાવશાળી હોય છે કે તેની સામે પૃથ્વીની આકાશ ગંગાઓ સાવ ફીક્કી બની જાય છે.


સુર્ય જેવા બે તારા અથડાવાથી આ અંતરિત્ર વિજ્ઞાનના ઇતિહાસનો સૌથી મોટો સુપરનોવા સર્જાયો છે. આ અભ્યાસના સંશોધનકારોના પ્રમુખ મેટ નિકોલે જણાવ્યું કે કોઈ પણ સુપરનોવાને બે રીતે માપી શકાય છે એક એની ઉર્જા અને બીજી તેના વિકિરણોની ક્ષમતાના આધારે તેને માપવામાં આવે છે.


ડૉ.નિકોલે જણાવ્યું કે ફક્ત 100 ટનનો TNT વિસ્ફોટ અવકાશમાં થયો હોય તો તે પણ તબાહી મચાવી શકે છે. 100 ટનના TNTના સુપરનોવામાંથી ઉત્પન્ન થતી ઉર્જા 600 મીટર સુધી ફેલાય છે અને સેકન્ડોમાં લોકો મરી શકે છે.


નિકોલ મુજબ, સુપરનોવાસમાં રેડિયેશન સામાન્ય રીતે કુલ ઉર્જાના એક ટકા કરતા પણ ઓછા હોય છે. જો કે, આ સુપરનોવાનું રેડિયેશન સામાન્ય સુપરનોવા કરતા 500 ગણા હતું. તે અત્યાર સુધીમાં જોવામાં આવેલું એક તેજસ્વી સુપરનોવા છે. તેમણે કહ્યું કે વધુ તેજસ્વી થવા માટે, વિસ્ફોટમાં ઘણી શક્તિ હોવી આવશ્યક છે