સુદાન (Sudan) સરકારે ઉત્તરી આફ્રિકી રાષ્ટ્રમાં 30 વર્ષના ઇસ્લામી શાસનને(Islamic Law) (Government Of Sudan) સમાપ્ત કરતા ધર્મને અલગ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. સુદાનના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક અને સુદાન પીપુલ્સ લિબરેશન મૂવમેન્ટ- નોર્થ વિદ્રોહી સમૂહના નેતા અબ્દુલ-અજીજ અલ હિલુએ આ જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા છે. ગુરુવારે ઇથિયોપિયાની રાજધાની અદીસ અબાબામાં સિંદ્ધાતોને અપનાવવા માટે આ જાહેરનામા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે (સૌજન્ય રાઇટર્સ)
જાહેરનામામાં લખવામાં આવ્યું છે કે સુદાન હવે લોકતાંત્રિક દેશ બનશે. જ્યાં તમામ નાગરિકોને અધિકારો મળશે. આ સંવિધાન ધર્મ અને રાજ્યને અલગ રાખવાના સિદ્ધાંત પર આધારિત રહેશે. સરકાર દ્વારા વિદ્રોહી તાકાતો સાથે શાંતિ સમજૂતી શરૂ કર્યા પછી એક સપ્તાહથી ઓછા સમયમાં આ સમજૂતીને કરવામાં આવી છે. તેનાથી દાર્ફર અને સુદાનના બીજા વિસ્તારમાં તાનાશાહ ઉમર-અલ બશીરની તાકાત ઓછી થશે. (સૌજન્ય રાઇટર્સ)
સુદાન પીપુલ્સ લિબરેશન મૂવમેન્ટ- નોર્થના બે સમૂહોમાંથી એકે તેવા કોઇ પણ જાહેરનામા પર હસ્તાક્ષર કરવાની મનાઇ ફરમાવી જે ધર્મનિરપેક્ષ પ્રણાલીને સુનિશ્ચિત ના કરે. 1989માં બશીરની તરફથી સત્તા પર કબજો કર્યા પછી સુદાને આંતરાષ્ટ્રીય અલગાવથી લડવું પડ્યું હતું જેનાથી તે હજી પણ બહાર આવવાનો પ્રયાસ કરે છે. (સૌજન્ય રાઇટર્સ)