નવી દિલ્હીઃ ફ્લાઈટમાં પડતી હાલાકીને કારણે ઘણાં મુસાફરોએ પરેશાન થવું પડતું હોય છે, પરંતુ કેટલાક મુસાફરો આવી સ્થિતિમાં અજુગતું પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના બની છે કે જેમાં એક મુસાફરે ફ્લાઈટ મોડી પડતા ડરામણી ટ્વીટ કરી દેતા દિલ્હી પોલીસે પગલા ભર્યા છે. દિલ્હી પોલીસ સમક્ષ અજુગતી ટ્વીટ કરનારા શખ્સે આ પગલું શા માટે ભર્યું તે અંગે ખુલાસો કર્યો છે. (તમામ ફાઈલ તસવીરો છે)
આ અંગે માહિતી મળતા મોતીસિંહને તેના સામાન સાથે ફ્લાઈટમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો અને એરક્રાફ્ટની સુરક્ષા અંગે તપાસ કરવામાં આવી હતી, અને આ પછી સ્થિતિ સુરક્ષિત હોવાની સૂચના મળ્યા પછી ફ્લાઈટ તેના નિર્ધારિત સ્થાન પર જવા માટે રવાના કરવામાં આવી હતી. વધુમાં 'ફ્લાઈટ હાઈજેક'ની ટ્વીટ કરનારા મુસાફરે લોકોના જીવ અધ્ધર કર્યા હતા તે બદલ તેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.