પાલીઃ રાજસ્થાનના પાલીમાં (Rajsthan Pali) રોડની કિનારે ગેસ પાઈપલાઈન (Gas pipeline) પાથરવાનું કામ ચાલી રહ્યું હતું. હાઈડ્રા મશીનથી (Hydra machine) પાઈપ ઉઠાવીને ખાડામાં નાંખવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ મશીનનું બેલેન્સ બગડ્યું હતું. જેના કારણે રોડ ઉપર જઈ રહેલી બસની (bus) અંદર પાઈપ ઘૂસી ગઈ હતી. ઘટનામાં (Luxury bus accident) બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાના પગલે બસમાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.