શું તમને કોરોના (Coronavirus) થયો છે? એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે પાલતુ જાનવરોમાં સંક્રમણ ફેલાવવાનુ જોખમ અધિક હોય છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જો તમને કોરોના થયો છે તો તમારા પાલતુ પ્રાણી કૂતરા અને બિલાડીથી દૂર રહેવું જોઈએ, જેથી તેમને કોરોના સંક્રમણથી બચાવી શકાય. નેધરલેન્ડમાં યુટ્રેચ્ટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું કે પાલતુ પ્રાણીઓમાં સંક્રમણ મનુષ્યથી ફેલાય છે. એલ્સ બ્રોન્સે જણાવ્યું કે, “જો તમને કોરોના થયો છે તો જે રીતે તમે અન્ય લોકોથી દૂર રહો છો તે રીતે તમારે તમારા પાલતુ પ્રાણીઓ બિલાડી કે કૂતરાથી પણ દૂર રહેવું જોઈએ.” (તસવીર AP)
પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે દૂર રહેવાનું કહેવામાં નથી આવતું. જો પાલતુ પ્રાણીઓમાં જો વાયરસ પ્રવેશ કરે છે, તો તેમનામાં સંક્રમણના લક્ષણો જોવા મળતા નથી અને પાલતુ પ્રાણીઓના શરીરમાં વાયરસ લાંબા સમય સુધી રહે છે. આ કારણોસર તે વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે, તો ફરીથી કોરોના સંક્રમણ થવાનું જોખમ રહે છે.<br /> પ્રતિકાત્મક તસવીર
બ્રોન્સે જણાવ્યું કે, “હજુ સુધી પાલતુ પ્રાણીઓથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયુ હોય તેવા કોઈ કેસ સામે આવ્યા નથી. જે ઘરોમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા છે તે લોકો પાલતુ પ્રાણીઓ સાથે રહેતા હોવા છતાં, તેવું નથી લાગી રહ્યું કે પાલતુ પ્રાણીઓ કોરોના મહામારીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.સંશોધનકર્તાઓએ 156 કૂતરા અને 154 બિલાડીઓ પર અભ્યાસ કર્યો હતો કે જેમના કોવિડ-19 રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.<br /> ફાઇલ તસવીર
6 બિલાડીઓ અને 7 કૂતરા (4.2 ટકા)ઓનો PCR ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો અને 31 બિલાડી અને 23 કૂતરા (17.4 ટકા)ઓમાં એન્ટીબોડી રિપોર્ટ પોઝિટીવ જોવા મળ્યો હતો. 196માંથી 40 ધર (20.4 ટકા)માં પાલતુ જાનવરોમાં વાયરસ સામે લડવા માટે એન્ટીબોડી હતી. સ્ટડી પરથી જાણવા મળ્યું કે, જે લોકોને કોવિડ-19 થયો છે, તેમના પાલતુ પ્રાણીઓમાં આ વાયરસ જોવા મળ્યો હતો.
કેનેડાના ઓન્ટારિયોના ગુલ્ફ યુનિવર્સિટીમાં પશુ ચિકિત્સાના પ્રોફેસર ડોરોથી બિએન્ઝલેના નેતૃત્વ હેઠલ આ જ પ્રકારનું એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જે બિલાડી તેમના માલિક સાથે વધુ સમય વિતાવે છે તેથી બિલાડીઓમાં સંક્રમણ થવાનું જોખમ કૂતરા કરતા અધિક છે. જે બિલાડીઓ તેમના માલિક સાથે બેડ પર પણ હોય છે તે બિલાડીઓને કોવિડ થવાની સંભાવના પણ અધિક હતી. જે લોકોને કોરોના થયો છે તે લોકોને બિએન્ઝલે પાલતુ પ્રાણીઓથી દૂર રહેવાની સલાહ આપી છે.<br /> પ્રતિકાત્મક તસવીર
બિએન્ઝલે વધુમાં જણાવ્યું કે, પાલતુ જાનવરોથી અન્ય પાલતુ જાનવરોમાં કોરોના વાયરસ ફેલાવવાના પુરાવા મર્યાદિત છે. પાલતુ જાનવરોથી મનુષ્યોમાં વાયરસ ફરીથી ફેલાતો જોવા મળ્યો નથી, પરંતુ આ સંભાવનાને સંપૂર્ણ રીતે નકારી ના શકાય. આ વર્ષે યુરોપિયન કોન્ગ્રેસ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી & ઈન્ફેક્સિઅસ ડિસીઝ(ECCMID)માં ઓનલાઈન સ્ટડી રજૂ કરવામાં આવી છે.<br /> પ્રતિકાત્મક તસવીર