શ્રીલંકા ખૂબ જ ગંભીર ખાદ્ય સંકટ (Sri Lanka Economic Crisis)નો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં લોકો માટે સોના કરતા દૂધ ખરીદવું વધુ મુશ્કેલ થઈ ગયું છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર (Sri Lanka Foreign Exchange) ખાલી થઈ ગયો છે. શ્રીલંકાની (Sri Lanka)માથે ચીન સહિત અનેક દેશોનું દેવું છે. જાન્યુઆરીમાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર 70 ટકાથી ઘટીને 2.36 અરબ ડોલર થઈ ગયો છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા અછત છે. આ કારણોસર શ્રીલંકા ભોજન દવા, ફ્યુઅલ અને ઈંધણ સહિત અન્ય જરૂરી વસ્તુઓ વિદેશથી આયાત કરી શકતું નથી.
શ્રીલંકા ગંભીર મૌદ્રિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં ડિસેમ્બર 2021માં રાષ્ટ્રીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક પર આધારિત મુદ્રાસ્ફિતિ (inflation) દર 14 ટકા થઈ ગયો છે. નવેમ્બરમાં મુદ્રાસ્ફિતિ દર 11.1 ટકા હતો. રાષ્ટ્રીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક અનુસાર ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓની કિંમતમાં 6.3 ટકા વૃદ્ધિ થઈ અને બિન ખાદ્ય વસ્તુઓની કિંમતમાં 1.3 ટકાની વૃદ્ધિ થઈ છે.
શ્રીલંકામાં વિદેશી મુદ્રાનો ભંડાર ઘટી રહ્યો હોવાને કારણે, શ્રીલંકા હાલમાં વિદેશી મુદ્રા સંકટનો સામનો કરી રહ્યું છે. આ કારણોસર શ્રીલંકાની મુદ્રાનું મૂલ્ય સતત ઓછી થઈ રહ્યું અને આયાત પણ મોંઘી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં ભારતે પણ શ્રીલંકાને 90 કરોડ ડોલરથી વધુ દેવું આપવાની જાહેરાત કરી હતી. જે વિદેશી મુદ્રા ભંડારની વૃદ્ધિમાં અને ખાદ્ય વસ્તુઓ આયાત કરવામાં મદદરૂપ થશે