સરકારની વિરોધમાં લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવકારોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બોલાવવી પડી. જ્યારે પોલીસે આ પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ. લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના બાદ 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.