હરિયાણવી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ખૂબ ચાલી રહી છે. સપના છેલ્લા દોઢ મહિનાથી કોંગ્રેસના સંપર્કમાં છે. સૂત્રોનું માનીએ તો સપના ચૌધરીએ કોંગ્રેસની સામે એક શરત મૂકી છે જેના કારણે તે હજુ સુધી કોંગ્રેસમાં જોડાઈ નથી. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સપનાએ એવી કઈ શરત મૂકી કે જેને કોંગ્રેસ દોઢ મહિનાનો થયો હોવા છતાંય માની નથી શકી.
સૂત્રોનું માનીએ તો સપના ચૌધરીએ કોંગ્રેસ સામે શરત મૂકી હતી કે જો પાર્ટી તેને ચૂંટણી લડાવે છે તો તે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ શકે છે. હવે અહેવાલ એવા છે કે કોંગ્રેસ સપનાને મથુરાથી ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સપનાની યૂપી અને બિહારમાં પણ ખૂબ જ ફેન ફોલોઈંગ છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. સૂત્રો અનુસાર મથુરાથી હેમા માલિની વિરુદ્ધ સપનાને મેદાનમાં ઉતારી શકે છે.