કોલકાતા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પ્રિન્સ ઓફ કોલકાતા સૌરવ ગાંગુલીના કોલકાતા સ્થિત આવાસ (Sourav Ganguly House)પર થઇ હતી. ગૃહમંત્રીએ ગાંગુલી સાથે મુલાકાત કર્યા પછી તેમની સાથે ડિનર પણ કર્યું હતું.
અમિત શાહ અને સૌરવ ગાંગુલીની આ મુલાકાત પછી હવે રાજનીતિક અટકળો શરુ થઇ ગઈ છે. રાજનીતિક ગલિયારોમાં એ વાતની ફરીથી ચર્ચા શરુ થઇ ગઈ છે કે સૌરવ ગાંગુલી ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2021માં પણ આ પ્રકારની અટકળો થઇ હતી ત્યારે ગાંગુલીએ રાજનીતિ પાર્ટી સાથે જોડાવવાથી ઇન્કાર કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે સૌરવ ગાંગુલીને મળ્યા તો આ દરમિયાન તેમની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને નંદીગ્રામથી હરાવનાર સુવેન્દુ અધિકારી પણ ઉપસ્થિત હતા. હાલ બન્ને બાજુથી આ મુલાકાતને રાજનીતિક મુલાકાત કહેવાથી ઇન્કાર કર્યો છે. જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ છે જ્યારે અમિત શાહનો પુત્ર જય શાહ બીસીસીઆઈમાં સચિવ છે. ગાંગુલીએ કહ્યું કે તે અમિત શાહને 2008થી જાણે છે.