

અંધવિશ્વાસની દુનિયામાં વ્યક્તિ શું કરી બેસે છે તેનું ભાન તેને પણ નથી હોતું. ત્યાં સુધી કે માણસ અંધ વિશ્વાસમાં પોતાની સગી માને મારી નાંખતા પણ ખચકાતો નથી. આવો જ એક જઘન્ય બનાવ દેશમાં સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ જઘન્ય કિસ્સામાં (Son Killed Mother) એક દીકરાએ પોતાની માતા ડાકણ હોવાની શંકા રાખી અને તેને ચાકુનાં ઘા ઝીંકી રહેંસી નાંખી છે. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. પોલીસે કાતિલ દીકરાની ધરપકડ કરી છે.


<strong>મીડિયા અહેવાલ મુજબ</strong> બનાવની વિગત એવી છે કે મધ્ય પ્રદેશના માહેશ્વર પોલીસ મથકની હદમાં આવેલા કરોલી ગામમાં રવિવારે સાંજે કલાબાઈ ગણપત કર્માની ચાકુનાં ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરના વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેનો જ સગો દીકરો નીકળો હતો. પોલીસે કડક પૂછપરછ કરી તો દીકરાએ પોપટની જેમ સત્ય જણાવ્યું હતું.


દીકરા નારાયણ કર્માએ પોતાની માતાને ચાકુનાં ઘા ઝીંકી રહેંસી નાંખી જેનું કારણ એ હતું તેને પોતાની માતા ડાકણ હોવાની શંકા હતી. આ મામલે તેના ભાઈ ભગવાને પોલીસને જાણ કરતા પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી હતી.


આરોપીને એક પત્ની અને 3 સંતાનો છે, જોકે, 15 દિવસ પહેલાં જ તેની પત્ની સંતાનોને લઈને જતી રહી હતી ત્યારે આ આરોપી તેની પત્ની સાથે પણ મારપીટ કરતો હતો. પોલીસે તેની પાસેથી હત્યામાં વપરાયેલ ચાકુ પણ કબ્જે કર્યુ છે આગળની કાર્યવાહી હાધ ધરી છે.