

પાનીપતઃ સંતાન પ્રાપ્તી માટે લોકો દર-દર ભટકતા રહે છે. ડોક્ટરોથી લઈને ધાર્મિક સ્થળોનું ભ્રમણ કરીને માનતાઓ માને છે. છેવટે માતાનો ખોળો ભરાય છે અને બાળકનો જન્મ થાય છે. પરંતુ માતા-પિતાની સામે જ બાળકના શ્વાસ રોકાય ત્યારે એ માતા-પિતા ઉપર શું વિતતી હશે તેની કલ્પના પણ ન કરી શકા. આવી જ એક હૃદયદ્રાવક ઘટના હરિયાણામાં (Haryana) પ્રકાશમાં આવી છે. બે પરિવારોને અનેક માનતાઓથી જન્મેલા બાળકો એક દર્ઘટનામાં મોતને (road accident ) ભેટ્યા હતા.


ઉલ્લેખનીય છે કે પાનીપતના (panipat) સમાલખા કસ્બાની આ ઘટના છે. અહીં એક પેટ્રોલ પંપ પાસે મંગળવારે રાત્રે ત્રણ વાગ્યે દિલ્હી જઈ રહેલા પીકઅપ જીપ રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ પીકઅપ વાનમાં આશરે 25 લોકો સવાર હતા. જેમાંથી બે બાળકો છ વર્ષના કિલેશ અને 12 વર્ષના યોગેશની ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક યુવકે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ટક્કરના અવાજ બાદ આસપાના લોકો સ્થળ ઉર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને પીકઅપમાંથી બહાર કાઢ્યા હતા.


ઉલ્લેખનીય છે કે કિલેશ અને અર્જુન પોત-પોતાના પરિવારમાં એકનો એક પુત્રો હતા. 6 વર્ષનો કિલેશ ચાર બહેનો બાદ અનેક માનતાઓ બાદ જન્મ્યો હતો. માતા-પિતાએ કિલેશ માટે અનેક મંદિરોમાં માથું ટેક્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે કિલેશ પોતાની માતાના ખોળામાં ઉંઘતો હતો. જેવી ટક્કર થઈ ત્યારે તે ઉછળીને રોડ ઉપર પછડાયો હતો. અને નીચે દબાતા તેનું મોત થયું હતું.


દર્ઘટના અંગે જાણકારી આપતા એક મજૂરે જણાવ્યું હતું કે તેમને 1500 રૂપિયામાં એક પિકઅપ બુક કરાવ્યો હતો અને તેઓ ઈટોની ભટ્ટાના કામ કરવા માટે પંજાબ જઈ રહ્યા હતા. દિવાળી બાદથી તેમને કામ મળ્યું ન હતું. એક કોન્ટ્રાક્ટરે 25 લોકોને બોલાવ્યા હતા.