

21 જૂન 2020ના રોજ ખગોળ શાસ્ત્રની (Astronomy) અદ્ધભૂત ગણાતી ઘટના એટલે કે સૂર્યગ્રહણ (Solar eclipse) થવાનું છે. સામાન્ય રીતે વર્ષમાં બે વાર સૂર્યગ્રહણ થાય છે. પણ આ વખતનું સૂર્યગ્રહણ (Solar eclipse 2020)ખાસ છે. ત્યારે નીચેના ફોટોસ્લાઇડરમાં જાણો સૂર્યગ્રહણ અંગે કેટલીક રસપ્રદ જાણકારી. સાથે જ 21 જૂને થનાર સૂર્યગ્રહણ કેવી રીતે મહત્વનું છે તે અંગે વિગતવાર માહિતી પણ મેળવો.


શું છે સૂર્યગ્રહણ : સૂર્યગ્રહણ ખગોળ શાસ્ત્રની દ્રષ્ટીએ બનતી ખાસ ઘટના છે. પૃથ્વી સૂર્યને ફરતે ચક્કર લગાવે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પ્રક્રિયા દરમિયાન જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે ત્યારે ગ્રહણ સર્જાય છે.


સૂર્યગ્રહણના સામાન્ય રીતે ચાર પ્રકાર હોય છે. સંપૂર્ણ સૂર્યગ્રહણ, ખગ્રાસ અને કોણીય સૂર્યગ્રહણ. અને ભાગ્યે જ સર્જાતું હાયબ્રિડ સૂર્યગ્રહણ. જો કે સૂર્યગ્રહણને નરી આંખે જોવાથી નુક્શાન પણ થઇ શકે છે. માટે હંમેશા આ વાતનું ધ્યાન રાખવું.


હવે વાંચો સૂર્યગ્રહણ વિષે કેટલીક રસપ્રદ Facts. તમને ખબર છે કે સામાન્ય રીતે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણના બે સપ્તાહ પહેલા કે પછી થાય છે.


આ વર્ષે પૃથ્વીના સૌથી લાંબા દિવસને એટલે કે 21 જૂને આ સૂર્યગ્રહણ યોજાશે. આવું ફરી હવે જૂન 21, 2039ના રોજ થશે.


21 જૂને થનાર આ વખતનું સૂર્યગ્રહણ આફ્રિકા, પેસિફિક, મોટા ભાગના એશિયામાં, હિંદમહાસાગર, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દેખાશે.