જાપાનના (Japan)પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેની હત્યા (Shinzo Abe shot dead)બાદ સમગ્ર દુનિયા શોકમાં છે. લગભગ તમામ મોટા રાષ્ટ્રના નેતાઓ આ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને આ ઘટનાને વખોડી રહ્યા છે. આ પ્રકારે જાહેર કોઈ પ્રધાનમંત્રીની હત્યા (Shinzo Abe)પહેલી વાર કરવામાં આવી નથી. આજે અમે તમને 10 એવા નેતાઓની હત્યા વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેણે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે.
મહાત્મા ગાંધી - રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસાના નારા સાથે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાત્મા ગાંધી 30 જાન્યુઆરી 1948ના રોજ એક પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક નથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાને કારણે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી અને તમામ રાષ્ટ્રનેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
ઈન્દિરા ગાંધી - ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને પોતાની ઉગ્ર રાજનીતિ માટે ઓળખવામાં આવે છે. તેમણે ભારતમાં ઈમરજન્સી લાગુ કરી હોવાથી ઈન્દિરા ગાંધીને તેના માટે પણ ઓળખવામાં આવે છે. 31 ઓક્ટોબર 1984ના રોજ ઓપરેશન બ્લ્યૂ સ્ટાર બાદ ઈન્દિરા ગાંધીની તેમના બોડીગાર્ડે ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દીધી હતી.
રાજીવ ગાંધી - ઈન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના પુત્ર અને ભારતના સાતમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. 21 મે 1991ના રોજ ચેન્નઈ પાસે શ્રીપેરંબદૂરમાં એક આત્મધાતી હુમલાખોરે રાજીવ ગાંધીની હત્યા કરી દીધી હતી. ધનુ તરીકે ઓળખતા થેનમોઝી રાજરત્નમે રાજીવ ગાંધી પર હુમલો કર્યો હતો. શ્રીલંકાના અલગાવવાદી સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) ને રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.
બેનજીર ભુટ્ટો - ડિસેમ્બર 2007માં રાવલપિંડીમાં એક ચૂંટણી રેલી યોજવામાં આવી હતી. આ ચૂંટણી રેલીમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં પાકિસ્તાની નેતા બેનજીર ભુટ્ટોનું મૃત્યુ થઈ ગયું હતું. તેમની હત્યાથી તેમની પાર્ટી પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીને લોકપ્રિય સમર્થન હતું. તેમની હત્યાના બે મહિના બાદ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેમની પાર્ટીએ સૌથી વધુ સીટ જીતી હતી
કાસિમ સુલેમાની - ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની પર 3 જાન્યુઆરી 2020ના રોજ અમેરિકી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. કાસિમ સુલેમાની તે સમયે પોતાના કાફલામાં બગદાદ જઈ રહ્યા હતા. આ હત્યાને કારણે ઈરાને 8 જાન્યુઆરીના રોજ ઈરાકમાં બે અમેરિકી સૈન્ય સ્થળો પર એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાને બદલો લેવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું અને ભૂલથી યુક્રેની જહાજ પર મિસાઈલથી હુમલો કર્યો હતો. આ વિમાનમાં રહેલ તમામ 176 યાત્રીઓના મોત થઈ ગયા હતા.
મુઅમ્મર ગદ્દાફી (લીબિયા) - મુઅમ્મર ગદ્દાફીને લીબિયાના ક્રાંતિકારી અને રાજનૈતિક સિદ્ધાંતકાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે લીબિયામાં 40 વર્ષ સુધી રાજ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે એક તાનાશાહ તરીકે તેમની ટીકા કરવામાં આવતી હતી. તેમના શાસનમાં લીબિયાના નાગરિકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને વૈશ્વિક આતંકવાદને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. 20 ઓક્ટોબર 2011ના રોજ સિરતેની લડાઈ દરમિયાન ગદ્દાફીને પકડી લેવામાં આવ્યો અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
મૈલ્કમ એક્સ - 57 વર્ષ પહેલા વર્ષ 1965માં મૈલ્કમ એક્સની ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. મૈલ્કમ એક્સને અમેરિકામાં સિવિલ રાઈટ્સ આંદોલનના પ્રખ્યાત નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૈલ્કમ એક્સ એક અમેરિકી મુસલમાન ધર્મગુરુ અને માનવ અધિકારના કાર્યકર્તા હતા, તેમણે કાળા અમેરિકી નાગરિક અધિકાર આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.