Sharad Yadav Political Carrer: મુખ્ય સમાજવાદી નેતા શરદ યાદવે ગુરુવારે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જેપી આંદોલનમાંથી નીકળેલા વિદ્યાર્થી નેતા શરદ યાદવે દેશની રાજનીતિમાં એક લાંબી ઈનિંગ્સ રમી છે. આઝાદીના થોડા દિવસ પહેલા 1947થી મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા શરદ યાદવનું રાજકીય જીવન ખૂબ જ ઉતાર-ચડાવવાળુ રહ્યું છે. તો આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી અમુક વાતો...
દેશમાં સમાજવાદી નેતાઓમાં ગણાતા શરદ યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વાર સાંસદ રહ્યા હતા. યાદવ પહેલી વાર 1974માં લોકસભા ચૂંટણી જીતીને 27 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા. એન્જીનિયરિંગથી ગ્રેજ્યુએટ કરનારા યાદવે જય પ્રકાશ નારાયણની કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ જબલપુર પેટાચૂંટણીમાં જનતા પાર્ટીના ઉમેદવાર બનીને મેદાનમાં ઉતર્યા હતા.
શરદ યાદવ સંસદની કેટલીય સમિતિઓમાં સામેલ રહ્યા. આ ઉપરાંત તેમણે પોતાના રાજકીય જીવનમાં ચાર મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. શરદ યાદવનું જીવન ઉચ્ચ પડાવોમાંથી એક ત્યારે હતું જ્યારે 1999ની સામાન્ય ચૂંટણીમાં મધેપુરા સીટથી લાલૂ પ્રસાદ યાદવને હરાવ્યા હતા. આ જીતે તેમને વાજપેયી સરકારમાં મંત્રી પદ અપાવ્યું હતું. જો કે, લાલૂ સાથે તેમના સંબંધો જાળવી રાખ્યા હતા. યાદવે જેડીયૂ છોડી નવી પાર્ટી લોકતાંત્રિક જનતા દળનું ગઠન કર્યું અને તેની સફળતા બાદ તેણે પાર્ટીને લાલૂની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળમાં વિલય કરી નાખ્યો.