

પંજાબ (Punjab)ના બરનાલા (Barnala)માં પોલીસે ગુરુવારે દેહવેપારના એક અડ્ડાનો પર્દાફાશ (Sex Racket Exposes) કરી દીધો છે. અહીં એક બંગલા પર દરોડો પાડીને 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દેહવેપારના અડ્ડાનું સંચાલન એક મહિલા કરતી હતી. કુલ 6 ધરપકડ કરાયેલા લોકો પૈકી તેનો પણ સમાવેશ થાય છે. (Photo: News18)


પોલીસ (Police)ના જણાવ્યા મુજબ, અહીંથી ચાર મહિલાઓને બે ગ્રાહક પુરુષો સાથે વાંધાજનક સ્થિતિમાં પકડવામાં આવ્યા છે. તેમાં એક સરકારી કર્મચારી પણ સામેલ છે. (Photo: News18)


આ મામલો બરનાલા શહેરના પત્તી રોડ સ્થિત પ્યારા કોલોનીનો છે. મળતી જાણકારી મુજબ, કોલોનીના લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી કે અહીં એક મહિલા પોતાના બંગલામાં બહારથી મહિલાઓ અને યુવતીઓને બોલાવીને ગ્રાહકો આગળ રજૂ કરતી હતી. (Photo: News18)


એએસઅઈ દર્શન સિંહના નેતૃત્વમાં પોલીસ પાર્ટીએ બંગલા પર દરોડો પાડ્યો હતો. ત્યાંની સ્થિતિ જોતાં પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. (Photo: News18)


પોલીસે દરોડો પાડીને દેહવેપારનો અડ્ડા ચલાવતી મહિલા સહિત કુલ 6 લોકોને ઝડપી પાડ્યા હતા. (Photo: News18)