ગંભીર બેદરકારી! ગાયબ થયેલા કોરોના દર્દીની લાશ આઠમાં દિવસે હૉસ્પિટલના બાથરૂમમાંથી મળી
80 વર્ષીય વૃદ્ધ મહિલા જે કેટલાક સમય પહેવા ભુસાવલ રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની હાલત બગડતા 1 જૂનથી જલગાંવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


મુંબઈઃ દેશમાં એક તરફ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જાય છે અને તો અનેક જગ્યાઓમાં હોસ્પિટલોની બેદરકારની કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર (Maharashtra)નાં જલગાવ સિવિલ હોસ્પિટલ જોવા મળ્યો હતો. છેલ્લા 8 દિવસથી જે કોરોના પોઝિટિવ દર્દી હોસ્પિટલમાંથી ગાયબ હોવાની વાત માનવામાં આવી હતી તેની લાશ એજ હોસ્પિટલમાં એક બાથરૂમમાંથી મળી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લાઅધિાકરી અવિનાશ ડાંગે તપાસના આદેશ આપ્યા હતા. અને દોષીઓને સજા કરવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)


પ્રાપ્ત માહિતી પ્રમાણે 80 વર્ષીય વૃદ્ધ મહિલા જે કેટલાક સમય પહેવા ભુસાવલ રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દર્દીની હાલત બગડતા 1 જૂનથી જલગાંવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


તપાસમાં જાણવા મળ્યું હતું કે દર્દી કોરોના પોઝિટિવ છે. આ ઘટનાના બીજા જ દિવસે 2 જૂનથી વૃદ્ધ મહિલા હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેમની શોધખોળ કરતા વૃદ્ધ મહિલાનો કોઈ પતો લાગ્યો ન હતો. પોલીસ સ્ટેશનમાં પણ વૃદ્ધા ગાયબ હોવાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. (પ્રતિકાત્મક તસવીર)


માનવામાં આવે છે કે આજે બુધવારે સવારે કોઈએ જાણકારી આપી હતી કે એ વૃદ્ધ મહિલાની લાશ હોસ્પિટલના બાથરૂમમાં પડી છે. વૃદ્ધાને જોતા માલુમ પડે છે કે આ એજ મહિલા છે જેની ગાયબ હોવાની ફરિયાદ લખાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આ મહિલા છેલ્લા 8 દિવસથી બાથરૂમમાં પડી રહી હતી. અને કોઈને આ અંગે ખબર સુદ્ધા ન હતી. જિલ્લા અધિકારી અવિનાશ ડાંગના જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી છે. હોસ્પિટલના બાથરૂમમાં દરરોજ સાફસફાઈ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં છેલ્લા 8 દિવસથી વૃદ્ધ મહિલા ઉપર કોઈની નજર ન પડી. જિલ્લા અધિકારીએ આ અંકે કડક કાર્યવાહી કરવાની વાત જણાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)