જૌનપુર : ઉત્તર પ્રદેશના જૌનપુરમાં (Jaunpur) એક વિવાહિત યુવતીના ત્રીજા લગ્નની ઘટના સામે આવી છે. પોલીસે યુવતીની માતા અને જમાઇ સહિત 7 લોકો સામે કેસ નોંધ્યો છે. આરોપ છે કે માતા અને જમાઇએ મળીને હરિયાણામાં એક આધેડ સાથે યુવતીના લગ્ન કરાવી દીધા છે. યુવતી આઝમગઢના બરદહ વિસ્તારની રહેવાસી છે. પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસને માહિતી મળી હતી કે 32 વર્ષીય ચંદ્રિકા દેવીના તેની માતા અને જમાઈએ મળીને ત્રીજા લગ્ન હરિયાણાના એક આધેડ યુવક સાથે કરાવી દીધા હતા. જાણકારી પ્રમાણે ચંદ્રિકાના લગ્ન છ વર્ષ પહેલા તેમની જ્ઞાતિમાં થયા હતા. જોકે પતિની માનસિક સ્થિતિ ઠીક ના હોવાના કારણે તે અલગ થઈ ગઈ હતી. આ પછી તેણે બીજા એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કોર્ટમાં થયા હતા. યુવક અન્ય જ્ઞાતિનો હોવાના કારણે માતા અને જમાઈને આ વાત પસંદ પડી ન હતી.
યુવતીનું કહેવું છે કે આ પછી માતા અને જમાઇએ મળીને હરિયાણાના એક આધેડ સાથે તેના લગ્ન નક્કી કરી નાખ્યા હતા. ચંદ્રિકાને ફોટો બતાવ્યો અને બે દિવસ પછી કોઈના કામના બહાને તેની માતા શાહગંજ લઈ ગઈ હતી. યુવતીના મતે 18 નવેમ્બરે મૈહર મંદિરમાં હરિયાણાના યુવક સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા હતા. ચંદ્રિકાના મતે આ લગ્ન માટે તે તૈયાર ન હતી. આ પછી તેને ગાડીમાં બેસાડી દીધી હતી અને 5 લોકો હરિયાણા માટે રવાના થયા હતા.
યુવતીએ કહ્યું કે ગાડી રાત્રે 8 કલાકે મછલીશહેરમાં એક હોટલ પહોંચી તો તેણે વોશરૂમ જવાનું બહાનું કર્યું હતું. આ પછી જ્યારે હોટલમાં ગઈ તો બધી કહાની હોટલના સ્ટાફને જણાવી હતી. હોટલ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. આ પછી યુવતીની માતા અને જિજાને બોલાવ્યા હતા. બધાની સાથે યુવતીએ કહ્યું કે તે તેના બીજા પતિ સાથે રહેશે. પરિવારજનોએ બળજબરીથી ત્રીજા લગ્ન કરી દીધા છે.
મછલીશહેરના કોટવાલ દિનેશ પ્રકાશ પાંડેયે જણાવ્યું કે આ મુદ્દે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ દરેક એંગલ પર તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે યુવતીને વેચવામાં તો આવી નથીને? જે રીતે યુવતીની મરજીની વિરુદ્ધ પરિવારના લોકોએ તેના લગ્ન કર્યા છે તેનાથી તો આ જ વાત સામે આવે છે. યુવતીની ઉંમર 32 વર્ષ અને આધેડની ઉંમર 47 વર્ષ છે.