

નવી દિલ્હી : કોરોનાવાયરસ સામે ભારતનું યુદ્ધ ચાલુ છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે 9: 15 વાગ્યે અપડેટ મુજબ દેશમાં કોરોના કેસની સંખ્યા વધીને 85940 થઈ ગઈ છે. હાલમાં 53035 સક્રિય કેસ છે. ચેપના કિસ્સામાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે, જ્યાં સુધી અત્યાર સુધીમાં 82,933 કોરોના દર્દીઓ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


જોકે, ચીન કરતા ભારતમાં મૃત્યુ દર ઓછો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો ભારતમાં કોરોના વાયરસના બીજા વેવની અપેક્ષા કરી રહ્યા છે. દેશમાં લૉકડાઉન 4.0 લાગુ થવાનું છે તે પહેલાં કેટલાક રાજ્યોમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતા ચિંતા વધી છે. (પ્રતિકાત્મક તસવીર)


દેશના ઘણા રાજ્યોમાં કોરોનાની બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જો કે, તે હજી પ્રારંભિક તબક્કે છે. કેરળ, હિમાચલ પ્રદેશ, આસામ, ગોવામાં, થોડા દિવસોથી નવા કેસ આવી રહ્યા હતા. આ રાજ્યના દર્દીએમાં પહેલાં હળવા લક્ષણો હતા. પરંતુ, હવે આ રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યો છે. નિષ્ણાતો તેને કોરોનાનાનો બીજો રાઉન્ડ માને છે. (પ્રતિકાત્મક તસવીર)


ગોવા-હિમાચલમાં એકાએક કેસોમાં વધારો : ગોવામાં માર્ચમાં કોરોનાના સાત દર્દી જ હતા અને તે સાજા થઈ જતા સમગ્ર ગોવા ગ્રીનઝોન જાહેર કરાયું હતું. જોકે, છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા આઠ કેસ આવતા હાહાકાર મચી ગયો છે.એવી જ રીતે હિમાચલમાં ગત સપ્તાહમાં 14 દર્દી સાજા થયા હતા પરંતુ એક જ અઠવાડિયામાં 34 નવા કેસ આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)


ભારતમાં કોરોના વાયરસની શરૂઆત કેરળથી થઈ હતી અને ત્યાંના આરોગ્ય વિભાગે એક સમયે કોરોનાને કાબૂમાં લઈ લીધો હતો. જોકે, અચાનક કેરળમાં ગુરૂવારે 26 અને શુક્રવારે વધુ 16 કેસ મળી આવ્યા હતા. આમ ફરી કેળમાં 52 કેસ સક્રિય થતા ચિંતા વધી છે. (પ્રતિકાત્મક તસવીર)


કોરોના વાયરસના ચેપના મામલે ભારત વિશ્વમાં 11માંક્રમે છે. કોરોના દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં 10 દેશો ભારત કરતા આગળ છે. જેમાંથી 14,50,136 કેસોમાં અમેરિકા આગળ છે. આ પછી રશિયા, બ્રિટન, સ્પેન, ઇટાલી અને બ્રાઝિલ આવે છે, જ્યાં બે લાખથી વધુ કેસ છે. તે જ સમયે, ફ્રાંસ, જર્મની, તુર્કી અને ઇરાનમાં એક લાખથી વધુ કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)