મેલબર્નઃ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા દુનિયાભરમાં ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી 12 લાખથી વધુ લોકો કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 64 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસના સંક્રમણને ખતમ કરવા માટે વેક્સીન (Corona Vaccine) બનાવવામાં લાગી ગયા છે.

આ રિપોર્ટ એન્ટીવાયરલ રિસર્ચ નામની પત્રિકામાં પ્રકાશિત થયો છે. અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇવરમેક્ટિન નામની દવાથી વાયરસ સાર્સ-સીઓવી-2ને 48 કલાકની અંદર કોશિકાઓમાં વધવાથી રોકવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાના મોનાશ યુનિવર્સિટી સાથે જોડાયેલી કાઇલી વાગસ્ટાફે જણાવ્યું કે, અમને જોવા મળ્યું કે એક ડૉઝ પણ 48 કલાક સુધી તમામ વાયરલ RNAને હટાવી શકે છે અને 24 કલાકમાં તેમાં ઘણો ઘટાડો આવે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઇવરમેક્ટિન એક માન્યતા પ્રાપ્ત દવા છે, જેને HIV, ડેન્ગ્યૂ, ઇન્ફ્લુએન્જા અને જીકા વાયરસ સહિત વિભિન્ન વાયરસોની વિરુદ્ધ પ્રભાવી માનવામાં આવે છે.

વાગસ્ટાફે જોકે ચેતવણી આપી છે કે અધ્યયનમાં કરવામાં આવેલા પરીક્ષણ પ્રયોગશાળાના છે અને તે પરીક્ષણ લોકોમાં કરવામાં આવે તેની આવશ્યક્તા છે.

લૅબમાં પાસ થયો ટેસ્ટ, હવે મનુષ્યો ઉપર તપાસ થશે - વાગસ્ટાફે કહ્યું કે, આઇવરમેક્ટિન વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે અને તેને એક સુરક્ષિત દવા માનવામાં આવે છે. અમે હવે તે જાણવાના પ્રયાસમાં છીએ કે મનુષ્યોમાં ઉપયોગમાં લેવાતી તેની માત્રા પ્રભાવી થશે કે નહીં, આ આગામી પગલું હશે.

ટૂંક સમયમાં મળી શકે છે મોટી ખુશખબર - વાગસ્ટાફે કહ્યું કે, આવા સમયે જ્યારે અમે વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને તેનો કોઈ માન્યતા પ્રાપ્ત ઉપચાર નથી. એવામાં આપણી પાસે પહેલાથી ઉપલબ્ધ યૌગિક ટૂંક સમયમાં લોકોની મદદ કરી શકે છે.