IAS Tina Dabi Biography: 2016ની બેંચના IAS ટીના ડાબી સૌથી વધારે ચર્ચિત મહિલા અધિકારીઓમાંથી એક છે. તેમનો જન્મ 9 નવેમ્બર 1993માં મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. વર્ષ 2015માં યુપીએસસી પરીક્ષા ટોપ કર્યા બાદ તેઓ સતત ચર્ચામાં છે. IAS ટીના ડાબીના નાના બહેન રિયા ડાબી પણ IAS અધિકારી છે. તેમણે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં 15મો રેંક હાંસલ કર્યો હતો.
IAS Tina Dabi Salary: આઈએએસ ટીના ડાબી કોઈ સેલિબ્રિટીથી કમ નથી. લોકો તેમના વિશે નવી નવી માહિતી જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. રાજસ્થાનના જેસલમેરમાં ફરજ બજાવતા ટીના ડાબી જિલ્લાના 64મા કલેક્ટર છે. રાજસ્થાન સરકારમાં જિલ્લા કલેક્ટરનો પગાર 1.34 લાખ રૂપિયાથી લઈને 1.45 લાખ રૂપિયા સુધીનો હોય છે. આ પહેલા ટીના ડાબી ફાઈનાન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમનો પગાર 56,100 રૂપિયા હતો.
IAS Tina Dabi Roles: જિલ્લા કલેક્ટર ટીના ડાબીને પગાર સાથે અન્ય સુવિધાઓ પણ મળતી હોય છે. ભારત સરકાર તરફથી જિલ્લા કલેક્ટરને સરકારી આવાસ અને વાહન આપવામાં આવે છે. આ સાથે તેમને ડ્રાઈવર અને નોકરની પણ સુવિધા આપવામાં આવે છે. સરકારી આવાસમાં ગાર્ડનની સંભાળ રાખવા માટે માળી અને રસોઈ બનાવવા માટે કૂકની સુવિધા પણ મળે છે. આ સિવાય તેમને અન્ય કામો માટે પર્સનલ આસિસ્ટન્ટ પણ મળે છે.
District Magistrate Responsibilities: જિલ્લાની જવાબદારી કલેક્ટરના હાથમાં જ હોય છે. તેમનું કામ જિલ્લામાં સારી સુવિધાઓ મળે અને લોકોનું જીવન ધોરણ સારું રહે તેની જવાબદારી હોય છે, કલેક્ટરને જિલ્લાની મહત્વની જવાબદારી સોંપાયેલી હોય છે. કલેક્ટર બનવા માટે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા ક્વાલિફાય કરવી જરુરી છે.