

મોસ્કો : કોરોના વાયરસ (Coronavirus Vaccine)ની વેક્સીન બનાવવામાં લાગેલા વૈજ્ઞાનિકોની સેકડો ટીમમાંથી કેટલીક ટીમો આગળ ચાલી રહી છે. જેમાં રશિયા (Russia)નું એક દળ પણ છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસ વેક્સીનનું (Russia Covid-19 Vaccine) માણસો પર ટ્રાયલ પૂરુ કરી લીધું છે. જોકે હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, મોટી રાજનીતિક હસ્તીઓ અને દેશના અબજોપતિઓએ એપ્રિલ મહિનામાં જ કોરોનાની વેક્સીન લગાવી લીધી હતી.


બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે રશિયાના અબજોપતિ અને રાજનેતાઓને કોરોના વાયરસની પ્રોયોગિક વેક્સીન એપ્રિલમાં જ આપી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને આ વેક્સીન આપવામાં આવી છે કે નહીં તે કન્ફોર્મ નથી. જોકે જે રીતે બધા ટોચના રાજનીતિક નેતાઓ, સરકારી અધિકારી અને અબજોપતિને આપવામાં આવી છે તો પુતિનને ના આપવામાં આવી હોય તેની સંભાવના ઘણી ઓછી છે. રિપોર્ટ પ્રમાણે જે અમીરોને આ વેક્સીન આપવામાં આવી છે તેમાં એલ્યુમિનિયમની વિશાળ કંપની યૂનાઇટેડ રસેલના શીર્ષ અધિકારી, અબજોપતિ અને સરકારી અધિકારી સામેલ છે. આ વેક્સીન મોસ્કો સ્થિત રશિચાની સરકારી કંપની ગમલેયા ઇન્સ્ટીટ્યૂટે એપ્રિલમાં તૈયાર કરી હતી.


રિપોર્ટ પ્રમાણે ગમલેઈ વેક્સીનને રશિયાની સેના અને સરકારી રસિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ફંડ કર્યું છે. રશિયાએ જાણકારી આપી હતી કે વેક્સીનનો ગત સપ્તાહે જ પ્રથમ ટ્રાયલ પુરો થયો છે અને ટેસ્ટ પણ રશિયાના સેનાના જવાનો પર કરવામાં આવ્યો હતો. જોકે તેના પરિણામ હજુ સાર્વજનિક કરવામાં આવ્યા નથી. જોકે એમ બતાવવામાં આવે છે કે એક મોટા સમૂહ પર તેનું પરિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રશિયાની ગમલેઈ વવેક્સીન પશ્ચિમ દેશોની સરખામણીમાં વધારે ઝડપથી આગળ વધી રહી છે. 3 ઓગસ્ટે આ વેક્સીનનો ફેઝ 3 ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં રશિયા, સાઉદી અરબ અને યૂએઈના હજારો લોકો ભાગ લેશે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ વેક્સીન પોતાના નાગરિકોને આપી દેશે.


ગમલેઇ સેન્ટરના હેડ અલેક્ઝાન્ડર જિંટ્સબર્ગે સરકારી ન્યૂઝ એજન્સી TASSને જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે વેક્સીન 12 થી 14 ઓગસ્ટ વચ્ચે સિવિલ સર્કુલેશનમાં આવશે. પ્રાઇવેટ કંપનીઓમાં સપ્ટેમ્બરથી વેક્સીન મોટા પ્રમાણમાં પ્રોડક્શન શરૂ કરી દેશે. ગમલેઈ સેન્ટર હેડના મતે વેક્સીનનો હ્યુમન ટ્રાયલ પૂરી રીતે સેફ સાબિત થઇ છે.