યુક્રેનના જણાવ્યા અનુસાર, સુમી ક્ષેત્રમાં રશિયન ઉપકરણોના કાફલાના એક ભાગને યુક્રેનની સેનાએ નષ્ટ કરી દીધો છે. સ્થાનિક વહીવટીતંત્રના વડા, દિમિત્રી ઝિવિત્સ્કીએ જણાવ્યું હતું કે કબ્જોધરાવનાર સ્થાનિક કબ્રસ્તાનમાં ભાગી ગયા હતા. આ હુમલામાં રશિયાના સૈન્ય ઉદ્યોગનું ગૌરવ કહેવાતી બ્લેક ઈગલ ટેન્ક નષ્ટ થઈ ગઈ છે.
દરમિયાન, સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયાની પુષ્ટિ થઈ છે. સુમી ઓબ્લાસ્ટના ગવર્નર દિમિત્રી ઝાયવિત્સ્કીએ જણાવ્યું હતું કે 21 માર્ચે રશિયન એરસ્ટ્રાઈકને કારણે સવારે 4.30 વાગ્યે સુમીખિનપ્રોમ કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા લીક થયાની જાણ થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તાર સ્થળથી 2.5 કિમી દૂર છે, જેમાં નોવોસેલિત્સા અને વર્ખાન્યા સિરોવત્કા ગામોનો સમાવેશ થાય છે. આનાથી સુમીના નાગરિકોને કોઈ ખતરો નથી.