મોસ્કો : રશિયામાં (Russia)એક ચર્ચ સામે અશ્લિલ પોઝ આપવા માટે ટિકટોકર (TikToker)અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે. બંનેને 10 મહિનાની જેલની સજા કાપવી પડશે. તઝાકિસ્તાન મૂળના ટિકટોકર રુસલન મરોડઝાઓનજોડા (Ruslan Murodzhonzoda)અને રશિયાની અનાસ્તાસિયા ચિસ્તોવાને (Anastasia Chistova) મોસ્કોની એક કોર્ટે ધાર્મિક ભાવવા દુભાવવા બદલ દોષિત માનતા સજા સંભળાવી છે.