Home » photogallery » national-international » ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

Russia Ukraine war - યુક્રેનનીફર્સ્ટ લેડી ઓલેના જેલેંસ્કાએ ટ્વિટર પર લખ્યું છે કે તે ડરી રહી નથી અને તેની આંખમાં આસું પણ નથી. દેશ માટે તેનો જીવ પણ ચાલ્યો જાય તો પણ કોઇ ડર નથી

  • 19

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    યુક્રેનનીફર્સ્ટ લેડી છે ઓલેના જેલેંસ્કા (olena zelenska). જે ઘણી જ સુંદર અને ગ્લેમરસ છે. જો તેના પતિ રશિયાના (Russia)નિશાને પ્રથમ નંબરે છે તો તે બીજા નંબરે છે. ઓલેનાની યુક્રેનની સુંદર અને પ્રભાવશાળી મહિલાઓમાં ગણતરી થાય છે. તે સામાજિક કામોમાં પણ ભાગ લેશે અને હાલના દિવસોમાં રશિયા સામેના જંગમાં (Russia Ukraine war)પણ તે ચુપ રહી નથી. પોતાની રીતે રશિયાને લલકારી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ (Volodymyr Zelenskyy)યુદ્ધના મેદાનમાં ઉતરીને આખા દેશનો મોરચો સંભાળ્યો છે તો ઓલેના પણ પતિથી પાછળ નથી.

    MORE
    GALLERIES

  • 29

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    ઓલેના પોતાના પતિને પહેલા સ્કૂલમાં મળી અને પછી કોલેજમાં. બન્ને યુક્રેનના એક જ શહેર ક્રિવયી રીહથી છે. બન્ને એક જ સ્કૂલમાં ભણ્યા, ત્યારથી બન્ને એકબીજાને જાણતા હતા. જોકે સ્કૂલના દિવસોમાં તેમની મિત્રતા ન હતી. મિત્રતા કોલેજના દિવસોમાં થઇ અને પછી પ્રેમ થવામાં વાર લાગી ન હતી.

    MORE
    GALLERIES

  • 39

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    કોલેજમાં ઓલેના આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી હતી. જ્યારે જેલેંસ્કી કાનૂનના વિદ્યાર્થી હતા. બન્નેની ડેટિંગ એક બે વર્ષ નહીં પણ આઠ વર્ષ ચાલી હતી. બન્નેના લગ્ન 6 સપ્ટેમ્બર 2003ના રોજ થયા હતા.

    MORE
    GALLERIES

  • 49

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    તે સમયે જેલેંસ્કી કોમેડિયન તરીકે ઓળખ બનાવવા લાગ્યા હતા. બન્નેએ મળીને એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું. તેનું નામ સ્ટૂડિયો કાર્ટલ 95 હતું. તેમાં ઓલેના સ્ક્રિપ્ટ રાઇટર હતી. પતિ જે પણ કોમેડી શો અને પ્રોગ્રામમાં કામ કરતો હતો તે સ્ક્રિપ્ટ તે લખતી હતી. તેને હંમેશા પડદા પાછળ રહેવાનું પસંદ છે. જોકે હવે તે રશિયા સામે જંગમાં પતિ સાથે મોરચો સંભાળી લીધો છે જેમાં તેની પ્રશંસા થઇ રહી છે

    MORE
    GALLERIES

  • 59

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    2014માં યૂક્રેનમાં રશિયા સામે અસંતોષની જ્વાલા ભડકી તો તેના ચહેરા તરીકે જેલેંસ્કી પણ ઉભર્યા હતા. જોકે તેની પત્નીને અંદાજ પણ ન હતો કે તેના પતિ યુક્રેનના રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડશે. 2019માં જ્યારે પતિ ચૂંટણીમાં ઉતર્યા તો તેને તેની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી. પતિએ તેને આ વિશે કોઇ વાત કરી ન હતી.

    MORE
    GALLERIES

  • 69

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    તે સમયે ઓેલેના ઘણી નારાજ થઇ હતી. તે ઇચ્છતી ન હતી કે પતિ ચૂંટણી લડે. જોકે આખરે તે રાજી થઇ હતી. આ પછી પતિ માટે ચૂંટણી કેમ્પેઇન કર્યું હતું અને ઘણા વોટ મેળવી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા.

    MORE
    GALLERIES

  • 79

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    ઓલેના હાલ સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધમાં પોતાના દેશના લોકોનો ઉત્સાહ વધારી રહી છે. તે ટ્વિટર પર સતત દેશના લોકોને સંદેશો આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 89

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    તેણે ટ્વિટર પર લખ્યું છે કે તે ડરી રહી નથી અને તેની આંખમાં આસું પણ નથી. દેશ માટે તેનો જીવ પણ ચાલ્યો જાય તો પણ કોઇ ડર નથી. આ પ્રકારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરીને મહિલાઓને પ્રેરિત પણ કરી રહી છે કે જો યુદ્ધના મેદાનમાં કુદવું પડે તો તેમણે પાછળ રહેવું જોઈએ નહીં.

    MORE
    GALLERIES

  • 99

    ukraine crisis: યુક્રેનની ફર્સ્ટ લેડી, યુદ્ધમાં દેશના લોકોને પ્રોત્સાહન આપવાનું કરી રહી છે કામ

    ઓલેનાના બે બાળકો છે. મોટી પુત્રી 19 વર્ષની સાશા અને 9 વર્ષનો પુત્ર કિરિલ છે. જોકે તે પોતાના બાળકોને સાર્વજનિક જીવનથી દૂર રાખે છે. તે ખ્યાલ રાખે છે કે બાળકોની તસવીર સોશિયલ મીડિયા પર ના આવે.

    MORE
    GALLERIES