Fake Ukrainian War Girls : યુક્રેન અને રશિયાના સંઘર્ષમાં ઘણા ફેક ન્યૂઝ (Fake news) પણ ફેલાવવામાં આવી રહ્યા છે. યુદ્ધના (Russia Ukraine war)પ્રોપેગેન્ડાને લોકો ઘણી વખત સત્ય માની લે છે. આવું જ વાયરલ થઈ રહેલી એક તસવીરમાં જોવા મળે છે. આર્મી યુનિફોર્મમાં માતા-પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Ukrainian Women in Airforce Uniform) થઈ રહ્યો છે. આ બંને યુક્રેનિયન મહિલાઓ હોવાનો અને રશિયાના દળો સામે લડવા માટે બંદૂકો પકડી હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે, હવે આ દાવો પણ પોકળ સાબિત થયો છે અને આ ફોટામાં રહેલી યુવતીઓ યુક્રેનના સૈનિક નથી પરંતુ રશિયન મહિલાઓ હોવાનું ખુલ્યું છે.
અત્યાર સુધી યૂક્રેનના લડાકુઓની પ્રશંસા લૂંટતી તસવીરની સચ્ચાઇ સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા છે. ફોટોમાં દેખાતી બે મહિલાઓ સંબંધમાં માતા-પુત્રી છે, પરંતુ તેઓ યુક્રેનની નથી. તેઓ રશિયા સાથે સંબંધ ધરાવે છે અને તેઓ લડાઈ લડવા પણ જતી નથી. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર આર્મીના ડ્રેસમાં પોતાની માતા સાથે જે સુંદર યુવતીની તસવીર વાયરલ થઇ રહી છે, તે રશિયન સુંદરી છે. યુદ્ધભૂમિમાં ઉતરવા માટેનો દાવો પણ બનાવટી છે.
તે સુંદર યુવતીનું નામ એલેના ડેલિજિઓઝ (Elena Deligioz) છે. તે રશિયાની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. રશિયામાં ફેમસ એલેનાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 79 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના ફોટાને હજારોની સંખ્યામાં લાઇક્સ મળે છે. રસપ્રદ વાત તો એ છે કે, મોટા ભાગના ફોટામાં તેઓ સૈનિક જેવા દેખાય છે. એટલા માટે લોકો તેમને સૈનિક સમજે છે.