

કોલ્ડવૉર દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે સૌથી મોટો બોમ્બ બનાવાની હોટ ચાલી હતી. આ દરમિયાન રશિયાએ દુનિયાના સૌથી મોટો પરમાણુ બોમ્બ Tsarને બનાવ્યો હતો. જો કે આ બધુ 60ના દાયકાની વાત હતી. આજના જમાનાના હથિયારો નાના અને એટેલીજન્ટ હોય છે જે દૂર સુધી મારી શકે છે. હવે તેવી ખબર આવી છે કે રશિયાએ દુનિયાનો સૌથી મોટો બોમ્બ બનાવ્યો છે. જે 6000 માઇલ્સ એટલે કે લગભગ 10 હજાર કિલોમીટર સુધી મારી શકાય છે.


મિરર યુકેની ખબર મુજબ રશિયાના આ નવા બોમ્બને ડ્રમ્સડે બોમ્બ કહેવાય છે. એટલે કે દુનિયાનો અંત કરનાર બોમ્બ. આ ન્યૂક્લિયર પાવરથી લેસ એક સ્કિફ મિસાઇલ દ્વારા લોન્ચ કરી શકાય છે. તેને સિંથેટિક રેડિયોએક્ટિવ એલિમેન્ટ કોબાલ્ટ 60થી બનાવવામાં આવ્યો છે. અને તે સમુદ્ર અને જમીન બંને પર ઉપયોગમાં લઇ શકાય છે. અને તે મોટી તબાહી સર્જવા માટે સક્ષમ છે.


આ 6000 મીલ સુધી મારી શકતા બોમ્બને 60 મીલિ પ્રતિ કલાકની ઝડપથી પોતાના નિશાના તરફ વધે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ બોમ્બ અમેરિકાની આસપાસના કોઇ સમદ્રમાં પણ નાંખી શકાય છે. અને તે અમેરિકન કોસ્ટ અને બ્રિટિશ આઇલેડના પાણીની ઝેરીલું બનાવવા સક્ષમ છે.


રિપોર્ટ મુજબ આ બોમ્બ સમુદ્રના ઊંડાણમાં જઇને વિસ્ફોટ કરી શકે છે. અને ખૂબ જ ખતરનાક સાબિત થશે. 25 મીટર વ્યાસ યાલા અને 100 ટન વજન વાળો આ બોમ્બ સમુદ્રના ઊંડાણમાં 3000 ફિટ સુધી છુપાઇ શકાય છે. અને આ વર્ષો સુધી તેમનો તેમ રહી શકે છે જેથી તમે ઇચ્છો ત્યારે તેને વિસ્ફોટમાં ઊપયોગ કરી શકો છો.


ગત ફેબ્રુઆરીમાં આની એક તસવીર આવી હતી. જાણકારોની માનીએ તો તેને સમુદ્રમાં સુનામી પેદા કરનાર બોમ્બ પોસાઇડન સમજવામાં આવતો હતો. આ બોમ્બને પોસાઇડનનું અપટેડ વર્ઝન મનાય છે. અને પોસાઇડનને 2015માં બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ સમુદ્ર તટ પર હાજર શહેરોને નાબૂદ કરવાની ક્ષમતા ધરાવતો હતો. રશિયન જહાજ અકાદેમિક અલ્કશાનદ્રોવ પર પહેલા સ્ફિકને રાખવામાં આવ્યો હતો. આ જહાજ મોટે ભાગે એટલાન્ટિક, ગ્રીનલેન્ડ- આઇસલેન્ડ અને બ્રિટનની વચ્ચે તૈનાત રહે છે.