Home » photogallery » national-international » PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

દુનિયામાં કિંમતી સામાનની કમી નથી. ઘર, કાર, હીરા-જ્વેરાત જેવી મોંઘી વસ્તુઓ વિશે આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ, શું આપે ક્યારેય દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ વિશે સાંભળ્યું છે. ભારતમાં લીલી દ્રાક્ષ 60થી 80 રૂપિયા કિલો વેચાય છે. તો વળી કાળી દ્રાક્ષની કિંમત 80થી 120 રૂપિયા કિલો છે. આ ઉપરાંત દ્રાક્ષની અન્ય જાત છે, જે કિલોમાં નહીં પણ ગુચ્છામાં વેચાય છે અને તેના એક ગુચ્છાની કિંમત લગભગ 8 લાખ 80 હજારથી વધારે છે.

विज्ञापन

  • 15

    PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

    દ્રાક્ષ ખાવા માટે આપ 60 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી ખર્ચ કરે છે અને એટલા જ રૂપિયામાં એક કિલો દ્રાક્ષ આવી જાય છે, પણ રુબી રોમન દ્રાક્ષ ખરીદવા માટે આપને લાખો રૂપિયા ખર્ચવા પડશે. (Image- Facebook Ruby Roman Grapes)

    MORE
    GALLERIES

  • 25

    PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

    રુબી રોમન ગ્રેપ્સ, દ્રાક્ષની એક ખાસ જાત છે, જે ફક્ત ઈશિકાવા, જાપાનના પ્રાન્તમાં ઉગાડવામાં આવે છે. આ દ્રાક્ષને દુનિયામાં સૌથી વધારે મોંઘી દ્રાક્ષ કહેવાય છે. રૂબી રોમન દ્રાક્ષમાં ઓછો એસિડ અને વધારે મિઠાસ હોય છે અને આ ખૂબ જ રસદાર હોય છે. દરેક દ્રાક્ષનો વજન 20 ગ્રામ હોય છે. (Image- Twitter @RikkiKimpton)

    MORE
    GALLERIES

  • 35

    PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

    ખાસ વાત એ છે કે, રુબી રોમન દ્રાક્ષ લેવા માટે 14 વર્ષ સુધી રાહ જોવી પડે છે. 2008માં જાપાની ખેડૂત ત્સુતોમુ તાકેમોરી દ્વારા ઉત્પાદિત આ પ્રકારના દ્રાક્ષની હરાજી કરવામાં આવી હતી. 14 વર્ષની મહેનત બાદ દ્રાક્ષના એક ગુચ્છો 910 ડોલર એટલે કે, 75 હજારમાં વેચાયો હતો.

    MORE
    GALLERIES

  • 45

    PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

    2019માં દ્રાક્ષ રૂબી રોમનના ભાવ વધ્યા અને હરાજીમાં એક ગુચ્છો લગભગ 8 લાખ 90 હજાર રૂપિયામાં વેચાયો. તો વળી આ દ્રાક્ષના એક દાણાની કિંમત લગભગ 25 હજાર રૂપિયા છે. (Image- Facebook Ruby Roman Grapes)

    MORE
    GALLERIES

  • 55

    PHOTOS: દુનિયાની સૌથી મોંઘી દ્રાક્ષ; એક દાણાની કિંમત 25,000, 18 વર્ષે થાય છે તૈયાર

    રુબી રોમન દ્રાક્ષને દ્રાક્ષની સૌથી શાનદાર જાતનો દરજ્જો મળ્યો છે. આ દ્રાક્ષ, સામાન્ય દ્રાક્ષથી 3થી 4 ગણી મોટી હોય છે. એક પીસનું વજન લગભગ 20 ગ્રામ હોય છે, પણ પ્રીમિયમ ક્વાલિટીવાળી દ્રાક્ષનો વજન 30 ગ્રામ સુધી હોય છે.

    MORE
    GALLERIES