હવે કાળા પીળિયાની દવાથી થશે Corona દર્દીઓની સારવાર!
કોવિડ-19ને લઈ વેક્સીનનું ટ્રાયલ સળંગ ચાલુ જ છે, રાહતની વાત એ છે કે, પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, જેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. તેમણે કહ્યું કે, વોલિન્ટિયર પર તેનું ટ્રાયલ થયું છે, અને તમામ વોલિન્ટીયર વેક્સીનના ટ્રાયલ બાદ સ્વસ્થ્ય છે


રોહતક : કોવિડ દર્દીની સારવાર માટે રોહતક પીજીઆઈમાં કાળા પીળિયાની દવાના ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે, અને તેના માટે 86 લાખ રૂપિયાની રકમ પણ મંજૂર કરી દેવામાં આવી છે. હેલ્થ યુનિવર્સિટીના વીસી ડો. ઓપી કાલરાએ આ જાણકારી આપી છે.


ઉલ્લેખનીય છે કે, વિશ્વના પાંચ દેશોમાં કાળા પીળિયાની દવાથી કોરોના દર્દીને સાજા કરવા માટે ટ્રાયલ કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ સકારાત્મક રહ્યું છે. ત્યારબાદ રોહતક પીજીઆઈ તરફથી પણ આ ટ્રાયલ કરવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી પાસેથી મંજૂરી માંગવામાં આવી હતી.


પીજીઆઈ વીસી ઓપી કાલરા અનુસાર, પીજીઆઈમાં ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે, સાથે તેને ટ્રાયલ માટે 86 લાખ રૂપિયાની પણ મંજૂરી મળી ગઈ છે. તેમણે જણાવ્યું કે, અન્ય દેશોના મુકાબલે જો આપણા ત્યાં કાળા પીળિયાની દવાથી કોરોના દર્દી સાજા થાય છે તો, આ રાહતના સમાચાર હશે. પરંતુ જોવાનું રહેશે કે, આ દવા કેટલી અસરદાર સાબિત થાય છે.


5 દેશમાં ચાલી રહ્યું છે ટ્રાયલ - તો, બીજીબાજુ પીજીઆઈમાં વિશેષ કોવિડ આઈસીયુ સ્થાપિત કરવા માટે પણ સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. અમારી પાસે બિલ્ડીંગ છે, 12 બેડની આઈસીયુ ઓછા પૈસામાં અને ઓછા સમયમાં સ્થાપિત થઈ જશે. આ પહેલા વિશ્વના 5 દેશોમાં કાળા પીળિયાની દવાનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જેનું સકારાત્મક પરિણામ સામે આવ્યું છે. તેને જ આધાર પર રાખી હવે પીજીઆઈમાં પણ કોવિડ-19 દર્દી પર પીલિયાની દવાનું ટ્રાયલ થશે.


કોરોના વેક્સીનનું ટ્રાયલ ચાલુ છે - કોવિડ-19ને લઈ વેક્સીનનું ટ્રાયલ સળંગ ચાલુ જ છે, રાહતની વાત એ છે કે, પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, જેનું સકારાત્મક પરિણામ આવ્યું છે. તેમણે કહ્યું કે, વોલિન્ટિયર પર તેનું ટ્રાયલ થયું છે, અને તમામ વોલિન્ટીયર વેક્સીનના ટ્રાયલ બાદ સ્વસ્થ્ય છે. ઉલ્લેખનીય છે કે, પૂરા દેશમાં 13 સંસ્થાઓની કોવિડ-19 વેક્સીનના ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં રોહતકની એકમાત્ર હેલ્થ યુનિવર્સિટી પણ સામેલ છે.