Love Affair murder : રિતિકા (Ritika) ના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ રિતિકાને ખબર નહોતી કે આકાશ (Akash) નામનું ગ્રહણ હજુ પણ તેના જીવનમાં છે. આખરે આકાશે રીતિકાને પોતાનું નિશાન બનાવ્યું.
રિતિકા સિંહનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે તેણે 2014માં આકાશ ગૌતમ સાથે લગ્ન કર્યા. બંનેની શરૂઆતનું જીવન ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. જ્યારે આકાશનું કામ બરાબર ચાલતું ન હતું ત્યારે રીતિકાને એક સ્કૂલમાં નોકરી મળી ગઈ. ધીરે ધીરે આકાશ અને રિતિકા વચ્ચે અલગ-અલગ બાબતોને લઈને અણબનાવ શરૂ થઈ ગયો.
2/ 9
રિતિકાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, આકાશ તેને ખૂબ જ પરેશાન કરતો હતો. એક વખત આકાશે રીતિકાને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. રિતિકા હંમેશા ડરતી હતી કે, આકાશ તેને મારી નાખશે.
विज्ञापन
3/ 9
આ તણાવ વચ્ચે રીતિકાએ ફેસબુકના માધ્યમથી વિપુલ અગ્રવાલ સાથે મિત્રતા કરી હતી. વિપુલ અને રીતિકા ધીમે ધીમે સારા મિત્રો બની ગયા. વિપુલનું પારિવારિક જીવન પણ સારું ચાલતું ન હતું અને તે તેની પત્નીથી અલગ રહેતો હતો.
4/ 9
વિપુલ અને રિતિકા બંને તેમના વર્તમાન જીવનથી ખુશ ન હતા, જેના કારણે બંને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. જ્યારે આકાશને વિપુલ અને રિતિકાની મિત્રતા વિશે ખબર પડી ત્યારે તણાવ વધી ગયો.
5/ 9
દરરોજ થતા ઝઘડાથી બચવા માટે, રિતિકા આકાશ સાથે અલગ થવાનું નક્કી કરે છે. રિતિકા 2018માં વિપુલ સાથે લિવ-ઈનમાં રહેવા લાગી હતી. આ વાતથી આકાશ ખૂબ જ નાખુશ હતો.
विज्ञापन
6/ 9
આ દરમિયાન, રિતિકાએ તેના નવા જીવનની શરૂઆત કરી અને બ્લોગિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. રિતિકાના ફેશન અને ફૂડના વીડિયો અને ફોટોઝને લોકોએ ખૂબ પસંદ કર્યા. તેના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધુ ફોલોઅર્સ હતા.
7/ 9
રીતિકા અને વિપુલની જિંદગી સારી રીતે ચાલી રહી હતી. સમયની સાથે રિતિકાને પણ ઘણી ખ્યાતિ મળવા લાગી. બંનેએ આગ્રાના ઓમ શ્રી એપાર્ટમેન્ટમાં અઢી મહિના પહેલા ફ્લેટ લીધો હતો.
8/ 9
રિતિકાના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ રિતિકાને ખબર નહોતી કે આકાશ નામનું ગ્રહણ હજુ પણ તેના જીવનમાં છે. આખરે આકાશે રીતિકાને પોતાનું નિશાન બનાવ્યું.
विज्ञापन
9/ 9
સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશ કેટલાક લોકો સાથે રિતિકાના ફ્લેટ પર પહોંચ્યો હતો અને મારપીટ કર્યા બાદ રિતિકાને ચોથા માળેથી ફેંકી દીધી હતી. પેટમાં લોહી ભરાઈ જવાને કારણે રીતિકાની પાંસળી તૂટી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.