સૈયદે જણાવ્યું કે, અહીં કામ કરતા એક યુવકે હુમલાખોર આતંકીનો સામનો કર્યો. મઝહરુદ્દીન અનુસાર, યુવકે જોયુ કે, આતંકીનું ધ્યાન બીજે છે તો, તેણે આતંકીને ધક્કો માર્યો અને તેની બંદૂક પર તૂટી પડ્યો. તેના તુરંત બાદ હુમલાખોર અહીંથી ભાગ્યો અને તેની કારમાં બેસી ઘટના સ્થળથી ભાગી ગયો.