જાપાન હાલમાં પોતાની ઘટતી વસ્તીને લઈને પરેશાન છે. આ દિશામાં, જાપાને દેશમાં ઘટતા જન્મદરને ઉલટાવવા માટે કેટલાય ઉપાય બતાવ્યા છે. પ્રસ્તાવમાં બાળકોના પાલન પોષણ અને શિક્ષણ માટે ઉચ્ચ સબ્સિડી અને યુવાન શ્રમિકોને લગ્ન કરવા અને બાળકો પૈદા કરવા માટે પ્રોત્સાહન આપીને વેતન વધારો કરી રહી છે. મતલબ હવે વધારે બાળકો પૈદા કરનારા લોકોના પગાર વધારો થશે.
જાપાનની હાલમાં વસ્તી લગભગ 12.5 કરોડ છે. વસ્તીમાં આગામી 15 વર્ષ સુધી ઘટાડો ચાલું રહેશે અને 2060 સુધીમાં લગભગ 9 કરોડ સુધી નીચે આવી જશે. વસ્તી ઘટાડો અને ઉંમર વધારાના કારણે દેશની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા પર ભારે પ્રભાવ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ પણ વધી રહી છે, તેને જોતા જાપાની સરકારે આ સમસ્યાથી વધારે ચિંતિત છે.
જનસંખ્યા સંકટને દૂર કરવા માટે સરકારે નાણાકીય સહાયમાં વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. જેમાં બાળકોના પાલન પોષણ માટે વધારે રોકડ સબ્સિડી, ઉચ્ચ શિક્ષણ માટે વધારે ઉદાર સ્ટૂડન્ટ્સ લોન અને ચાઈલ્ડકેર સેવા સુધી પહોંચ સરળ બનાવી છે. જાપાન કંપનીઓને વધારે સરકારી સહાયતા પણ આપી શકે છે. જેથી ફર્મ વધારેમાં વધારે પુરુષ કર્મચારીઓને પિતૃત્વ અવકાશ આપવા માટે પ્રોત્સાહન આપી શકે.