Republic Day Parade 2022: દેશભરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આજે 73મો ગણતંત્ર દિવસ (73rd Republic Day) મનાવી રહ્યું છે. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં (Republic Day Parade) સૈન્યના 16 દળ, 17 મલિટ્રી બેન્ડ, તથા વિવિધ રાજ્યો અને વિભાગો અને સૈન્ય બળોના 26 ટેબ્લો સામેલ છે. ગણતંત્ર દિવસ પરેડ (Republic Day 2022 Celebrations) ભારતની સ્વતંત્રતાના 73 વર્ષે થઈ રહી છે, જેની ઉજવણી આખા દેશમાં 'આઝાદીના અમૃત મહોત્સવ'ના રૂપમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, 'તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામના. જય હિંદ!' આ પ્રસંગે પીએમ મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને સલામી આપી હતી. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવશે. ધુમ્મસને જોતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ કરવામાં આવી. શહીદ અમર જવાનોના સ્મારક વોર મેમોરિયલ પર શ્રદ્ધાં સુમન અર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી.