લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીળી સાડીવાળી એક મહિલા ઓફિસરની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. રીના દ્વિવેદી નામની પૉલિંગ ઑફિસર પોતાના મોહલ દેખાવને કારણે રાતોરાત ફેસબુક અને વોટ્સએપ પર છવાઈ ગઈ હતી. હવે આ 'પીળી સાડી'વાળી મહિલા ઑફિસર ફરીથી સોશિયલ મીડિયામાં 'ધમાલ' મચાવી છે. ચૂંટણી ફરજ દરમિયાન પીળી સાડીવાળી મહિલા તરીકે પ્રસિદ્ધ થયેલી રીના દ્વિવેદીની આ તસવીર અંડમાન નિકોબારની ટાપુની છે. રીના દ્વિવેદીએ ન્યૂઝ18 સાથે વાતચીત દરમિયાન આ વાતની પુષ્ટિ કરી હતી કે આ તસવીર તેમની જ છે. રીના દ્વિવેદી લખનઉના PWD વિભાગમાં તહેનાત છે. લખનઉ PWD વિભાગમાં કામ કરતી રીના દ્વિવેદી જણાવે છે કે તેણી બાળપણથી જ પોતાની જાતને ફિટ રાખે છે. તેને ફોટોશૂટ કરવવાનો શોખ છે. રીના કહે છે કે તેણી પોતાના પહેરવેશને લઈને પણ ખૂબ ધ્યાન રાખે છે. તેણી હંમેશા એવા કપડાં પસંદ કરે છે જેનાથી તે વધારે સુંદર લાગે.