શનિવારે બપોરે વેલ સાથે રીવાબાને વળાવાયા હતા. રવિવારે એટલે કે આવતી કાલે રવિન્દ્ર જાડેજા સાથે તેમના ધામધુમથી લગ્ન થશે.જાડેજા પરિવાર દ્વારા હોટેલ સિઝન્સ ખાતે તમામ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સવાર ના સમયે અહીંથી તેની વેલ પ્રસ્થાન કરાવ્યું હતું. જે ઇમ્પિરિયલ હોટેલ ખાતે પહોંચી હતી. અહીંથી પોણા ચાર વાગ્યે રીવાબાને વિદાય આપવાામાં આવી હતી. રીવાબાના મમ્મી-પપ્પાએ ભારે હૈયે દીકરીને વિદાય આપી હતી.વિદાય આપ્યા બાદ વેલ હોટલ સીઝન્સ ખાતે આવી પહોચી હતી જ્યાં રવીન્દ્ર જાડેજા ના બહેન દ્વારા વેલ ને વધાવવા માં આવી હતી