

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 5 ઓગસ્ટે ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir Ayodhya)નું ભૂમિ પૂજન કરવાના છે. આ દરમિયાન PM મોદી રામ મંદિરના પ્રતીક અને રામાયણ પર પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી શકે છે. ન્યૂઝ એજન્સી PTIએ તેની જાણકારી આપી છે. આ અવસરને લઈ હાલ અયોધ્યામાં તૈયારી ચાલી રહી છે. (તસવીર-PTI)


ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, અયોધ્યા શોધ સંસ્થાનના નિદેશક વાય. પી. સિંહે જણાવ્યું કે, જો બધું યોજના અનુસાર રહ્યું તો, 5 ઓગસ્ટે પોસ્ટલ સ્ટેમ્પ પણ લૉન્ચ કરવામાં આવશે તેમાંથી એક ટિકિટ રામ મંદિરના પ્રતીકાત્મક મૉડલ પર અને બીજી ટિકિટ અન્ય દેશોમાં રામના મહત્વને દર્શાવનારા દૃશ્ય પર હોવાની શક્યતા છે. (ફાઇલ તસવીર)


સિંહે વધુમાં કહ્યું કે, અયોધ્યા શોધ સંસ્થાન દુનિયાભરમાં રામની સાંસ્કૃતિક ઉપસ્થિતિને પ્રદર્શિત કરવા માટે અનેક દેશોથી રામલીલાના પ્રતીકોને મોટા પોસ્ટર અને કટ-આઉટ તૈયારી કરી રહી છે. તેને રામ મંદિર તરફ જતાં રસ્તે લગાવવામાં આવશે. (ફાઇલ તસવીર)


તેઓએ કહ્યું કે અયોધ્યામાં સાકેત ડિગ્રી કોલેજમાં જ્યાં પીએમ મોદીનું હેલિકોપ્ટર ઉતરશે, ત્યાંથી રામ મંદિર સુધી એટલે કે 4.5 કિલોમીટરના રસ્તે 25 સ્થળે રામ ચરિત્ર માનસના અખંડ પાઠ કરાવવાની તૈયારી ચાલી રહી છે. (ફાઇલ તસવીર)