રાયગઢઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રાયગઢ (Rajgarh) જિલ્લાના કુરાવરથી થોડા જ અંતર પર આવેલા શિવપુરા (Shivapura) અને ગણપુરામાં પાર્વતી નદીમાંથી સોનાના સિક્કા (Gold Coins) નીકળવાની અફવાએ ગામ લોકોમાં ઉત્સુક્તા ઊભી કરી દીધી. અફવા કંઈક એ રીતે વાયુવેગે ફેલાઈ કે લોકોએ નદીને જ ખોદવાનું શરુ કરી દીધું. જોતજોતામાં એક પછી એક ગામના અસંખ્ય લોકો નદી ખોદવા માટે પહોંચી ગયા. (પ્રતીકાત્મક તસવીર)
શિવપુરા ગામ સીહોર અને રાજગઢ જિલ્લાના સરહદ પર સ્થિત છે. પાર્વતી નદી બંને જિલ્લાઓની વચ્ચેથી પસાર થાય છે. પાંચ દિવસ પહેલા કંઈક એવી પ્રકારની સૂચના ગામ લોકોને મળી કે નદીમાં સોના-ચાંદીના સિક્કા નીકળી રહ્યા છે. ત્યારબાદ એક ગામના લોકોએ પાર્વતી નદીમાં સોનાના સિક્કાઓને શોધવા માટે ખોદકામ શરૂ કરી દીધું. (પ્રતીકાત્મક તસવીર)
મુગલકાલીન સિક્કા મળવાની મળી હતી માહિતી - સરકારી અધિકારી રંજન શર્માએ જણાવ્યું કે, પાર્વતી નદીના કિનારા પાસે જ કુરાવરની પાસે નાના સાહબ મરાઠા રાજાની સમાધિ છે. આ રસ્તેથી જ મુગલ પણ પસાર થયા હતા. એવામાં જ્યારે ગામ લોકોને સૂચના મળી કે નદીમાં 8થી 10ની સંખ્યા મુગલકાલીન સમયના સિક્કા મળ્યા છે તો આ અફવા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ અને લોકો નદી ખોદવા લાગ્યા. (પ્રતીકાત્મક તસવીર)