રાજસ્થાન પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર બનેલા નૈના કંવલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમનો રાહુલ ગાંધી સાથેનો ફોટો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ ફોટોમાં તેઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રા દરમિયાન જોડાયા હતા અને તેમનો હાથ પકડીને યાત્રામાં ચાલ્યા હતા. હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે જે નૈના કંવલના ફેન્સને નવાઈ પમાડી રહી છે.