આ ઐતિહાસિક મામેરુ નાગોરના ઢીંગસરા ગામના મેહરિયા પરિવાર તરફથી ભરવામાં આવ્યું છે. ઢીંગસરા ગામના ભાગીરથ મેહરિયા, અર્જીન મેહરિયા, પ્રહલાદ મેહરિયા અને ઉમ્મેદ મેહરિયા સહિત તેમના ભાઈઓએ પોતાની બહેન ભંવરીને 8 કરોડ 1 લાખ રૂપિયાનું મામેરુ ભર્યું છે. આ તમામ ભાઈઓ લાંબી ગાડીઓનો મોટો કાફલો લઈને બહેનને ત્યાં મામેરુ ભરવામાં રવિવાર રાયધનુ ગામ પહોંચ્યા હતા. ભાગીરથ મેહરિયા ભાજપના નેતા છે. અન્ય ભાઈઓએ પણ સારો એવો બિઝનેસ કરે છે.
આ ભાઈઓએ મામેરામાં એટલા સંબંધીઓ અને નજીકના લોકોને એકઠા કર્યા કે જાણે મોટી રેલી નીકળી હોય. આ મામેરામાં લગભગ 2 કિમી લાંબો ગાડીનો કાફલો થયો હતો. તેમાંથી સૈંકડો કાર, ટ્રેક્ટર, ઊંટ ગાડી અને બળદગાડા લઈને આવ્યા હતા. આ કાફલો જ્યાંથી પસાર થયો, ત્યાં જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. બહેનનું સાસરિયું અને ગામલોકોએ આ મામેરુ જોઈને ચોંકી ગયા હતા.
આ ભાઈઓએ મામેરામાં પોતાની બહેન ભંવરીને બે કરોડ એકવીસ લાખ રૂપિયા રોકડા આપ્યા. તેની સાથે જ 1 કિલો 105 ગ્રામ સોનાના ઘરેણાં અને 14 કિલો ચાંદીના ઘરેણાં આપ્યા હતા. જેની કિંમત 8 લાખ 80 હજાર રૂપિયા છે. ભાઈઓએ મામેરામાં બહેનને 100 વીધા જમીન પણ આપી. આ જમીનની કિંમત 4 કરોડ 42 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ગુઢા ભગવાનદાસ ગામમાં 50 લાખ રૂપિયાની કિંમતની 1 વીધા જમીન પણ મામેરામાં ભેટ આપી છે. તો વળી ઘઉંથી ભરેલું એક ટ્રેક્ટર સહિત કરોડો રૂપિયાની ગિફ્ટ મામેરામાં આપી છે. તેમાં ઘરનો સામાન પણ આવી જાય છે.
આ મામેરાની ચર્ચા છેલ્લા 10 દિવસથી નાગૌરમાં ચાલી રહી હતી. નાગૌર જિલ્લાનું આ સૌથી મોટુ મામેરુ છે. આ મામેરામાં ભાઈઓએ પોતાની બહેનની દરેક જરુરિયાત પુરી કરી દીધી. ભાઈઓએ બહેનને જમીન, રુપિયા, ટ્રેક્ટર, ટોલી અને સ્કૂટી સહિત કેટલાય વાહનો તથા કરોડો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણ આપ્યા છે. હવે આ મામેરા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલ છે. મામેરામાં સામેલ થવા આવેલા લોકોના વાહનો માટે કેટલીય વીધાના ખેતરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવી પડી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, હાલમાં જ નાગૌરમાંથી વધુ એક મામેરુ ચર્ચાનો વિષય છે. તે મામેરુ નાગૌરના ડેહ તાલુકાના બુરડી ગામમાં 3 કરોડ રૂપિયાથી વધારે ભરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ જાયલ વિસ્તારમાં સવા કરોડનું મામેરુ ભરવામા આવ્યું હતું. આ અગાઉ પણ નાગૌરમાં કરોડો રૂપિયાના મામેરા ભરવામાં આવ્યા છે. આ મામેરા હવે નાગૌરની ઓળખાણ બનતી જાય છે.