રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકારણના અનેક મહારથીઓનું ભવિષ્ય નક્કી કરનારું છે. 199 વિધાનસભા સીટોમાંથી 10 એવી હોટ સીટ છે જ્યાં મોટા નેતાઓની શાખ દાવ પર લાગી છે. તેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે અને માનવેન્દ્ર સિંહના મુકાબલાવાળી ઝાલરાપાટન સીટ અને કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ સચિન પાયલટ અને બીજેપી સરકારમાં નંબર બે મંત્રી યૂનુસ ખાનના મુકાબલાવાળી ટોંક સીટ પણ સામેલ છે. આ પ્રકારે કોંગ્રેસના ડો. સીપી દોશી, ગિરિજા વ્યાસ, વિશ્વેંદ્ર સિંહ, પ્રમોદ જૈન ભાયા અને બીજેપીના ગુલાબંચદ કટારિયા, રાજેન્દ્ર રાઠોડ વગેરે નેતાઓની શાખ દાવ પર લાગવાની અનેક સીટોનો મુકાબલો રસપ્રદ થઈ ગયો છે અને હવે સૌની નજર પરિણામો પર ટકેલી છે.
સાંગાનેર સીટ: ભાજપથી અલગ થઈને ભારત વાહિની પાર્ટી બનાવનારા ઘનશ્યામ તિવાડી સાંગાનેરથી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના અશોક લાહોટી અને કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજ મેદાનમાં છે. 2013ની ચૂંટણીમાં ઘનશ્યામ તિવાડીએ કોંગ્રેસના સંજય બાપનાને 65350 વોટોથી હરાવ્યા હતા પરંતુ આ વખતે અહીં ત્રિકોણીય જંગ છે.