મુંબઈ. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ (Maharashtra Heavy Rain) બાદ રાયગઢ જિલ્લાના મહાડ ગામમાં ભૂસ્ખલન (Landslide in Raigad) થવાના કારણે 36 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 30 લોકો ફસાયેલા છે. પોલીસે શુક્રવારે જણાવ્યું કે ભૂસ્ખલનની ઘટનામાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કારણ કે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઉપરાંત સતારા (Satara Landslide)માં પણ ભૂસ્ખલનના કારણે 12 લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.
આ વર્ષે દેશના અનેક હિસ્સાઓમાં ચોમાસું (Monsoon 2021) મોડું આવ્યું છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં ભારે પડે છે. દેશના વિભિન્ન ભાગમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં વરસાદ (Maharashtra Heavy Rain)ના કારણે પૂરની સ્થિતિ (Maharashtra Floods) ઊભી થઈ ગઈ છે. રાજ્યના રત્નાગિરી જિલ્લાના ચિપલુન શહેર (Chiplun Flood Crisis)માં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.