

નીતીન અંતિલ, સોનીપતઃ હરિયાણાના સોનીપત જિલ્લામાં સેક્સ રેકેટનો ભાંડો ફુટી ગયો છે. પોલીસે કુંડલી સ્થિત પારકર મૉલમાં દરોડા પાડીને પાંચ સ્પા સેન્ટરથી 25 યુવતીઓ અને 17 યુવકોને ઝડપી પાડ્યા છે. એસપીના નિર્દેશ પર સ્પેશલ ટીમે સ્પા સેન્ટરો પર એક સાથે દરોડા પાડ્યા. (PHOTOS: News18)


કાર્યવાહી એએસપી અને ડીએસપી હેડક્વાર્ટરની ટીમે કરી. અધિકારીઓને અહીં અનૈતિક કાર્ય કરવામાં આવતી હોવાની સૂચના મળી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ સ્પા સેન્ટર સંચાલકોની ધરપકડ કરવાની સાથે જ કેટલોક વાંધાજનક સામાન પણ જપ્ત કર્યો છે. (PHOTOS: News18)


નોંધનીય છે કે, દિલ્હી ક્ષેત્રના કુંડલીમાં અધિકારીઓએ સ્પા સેન્ટરોમાં અનૈતિક કાર્ય ચાલતા હોવાની સૂચના મળી હતી. એક એનજીઓએ પણ આ વિશે પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. સૂચનાના આધારે એસપી જશ્નદીપ સિંહ રંધાવાએ સ્પેશલ ટીમ બનાવીને પારકર મૉલ પર દરોડો પાડવાની કાર્યવાહી કરી. (PHOTOS: News18)


એએસપી નિકિતા ખટ્ટર અને ડીએસપી હેડક્વાર્ટર વિરેન્દ્ર સિંહના નેતૃત્વમાં પોલીસની પાંચ ટીમોએ કાર્યવાહી કરી. અહીં પારકર મૉલમાં એક પછી એક પાંચ સ્પા સેન્ટરોમાં અનૈતિક કાર્ય થતું હોવાનું સામે આવ્યું. પોલીસ ટીમોએ ઘટનાસ્થળેથી 25 યુવતીઓ અને 17 યુવકોની ધરપકડ કરી લીધી છે. (PHOTOS: News18)


પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. મોટાભાગની યુવતીઓ દિલ્હીની રહેવાસી છે. યુવક ઉત્તર પ્રદેશ અને સોનીપતના છે. સાથોસાથ પોલીસની ટીમે આસપાસમાં પણ તપાસ કરી રહી છે. (PHOTOS: News18)


કુંડલી પોલીસે પણ છેલ્લા થોડાક દિવસ પહેલા અહીં એક સ્પા સેન્ટરમાં અનૈતિક કાર્યનો ખુલાસો કર્યો હતો. આ વખતે અધિકારીઓના નેતૃત્વમાં મોટા સ્તર પર કાર્યવાહી થઈ. સાંજે અચાનક થયેલી કાર્યવાહીથી પારકર મૉલમાં ભાગદોડ મચી ગઈ હતી. (PHOTOS: News18)