રાહુલ ગાંધી અટલ બિહારી વાજપેયીની સમાધી પર પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાહુલ ગાંધીના આ પગલાથી કોંગ્રેસ તરફથી ઉદાર રાજનીતિના સંકેત આપવાની કોશિશ થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પણ હવે આ કોશિશ પર પાણી ફેરવાતું હોવાનું દેખાઈ રહ્યું છે. તેનું કારણ છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કોર્ડિનેટર ગૌરવ પાંધીએ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે અટલ બિહારી વાજપેયીને અંગ્રેજોના એજન્ટ ગણાવ્યા હતા. જો કે, વિવાદ વધતા ગૌરવ પાંધીએ આ ટ્વિટ હટાવી દીધું હતું. પણ આ અગાઉ મોટુ નુકસાન તેઓ પાર્ટીને કરાવી ચુક્યા હતા.
આ તમામની વચ્ચે ભારત જોડો યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી સોમવારે સવારે પૂર્વ પીએમ અને ભાજપના દિગ્ગજ નેતા રહી ચુકેલા અટલ બિહારી વાજપેયીની સમાધી પર પહોંચ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની સમાધી ઉપરાંત અટલ બિહારી વાજપેયીની સમાધી પર જઈને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
રાહુલ ગાંધી સૌથી પહેલા પોતાના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની સમાધી વીરભૂમિ ગયા અને અહીં શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. ત્યાર બાદ તેમણે ઈંદિરા ગાંધીની સમાધી શક્તિ સ્થળ, નહેરુની સમાધી શાંતિ વન, લાહ બહારદુર શાસ્ત્રીની સમાધી વિજય ઘાટ, મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ અને વાજપેયીની સમાધી સદૈવ અટલ જઈને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ અને નાયબ વડાપ્રધાન જગજીવન રામની સમાધી પર જઈને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ભાવના અંતર્ગત મુખ્ય નેતાઓની સમાધી પર પહોંચ્યા છે. ગાંધી પરિવારનું કોઈ સભ્ય અથવા કોંગ્રેસના ટોચના નેતા પહેલી વાર વાજપેયીની સમાધી પર પહોંચ્યા છે. વાજપેયીની 25 ડિસેમ્બરે જયંતિ હતી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પહેલા રાહુલ ગાંધી શનિવાર સાંજે આ નેતાઓની સમાધી પર જવાનો કાર્યક્રમ હતો. પણ પદયાત્રા પૂર્ણ થવામાં વધારે સમય લાગી જતા આ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો.
ભારત જોડો યાત્રામાં લગભગ 3000 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચેલા રાહુલ ગાંધીએ આ નેતાઓની સમાધી પર પુષ્પ અપર્ણ કર્યા હતા. પદયાત્રા કરતા રાહુલ અને કેટલાય અન્ય ભારત યાત્રી શનિવારે દિલ્હીમાં એન્ટર થયા હતા. કન્યાકુમારીથી સાત સપ્ટેમ્બરે શરુ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં નવ રાજ્ય તમિલનાડૂ, કેરલ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીથી પસાર થઈ ચુકી છે. યાત્રા લગભગ આઠ દિવસના વિરામ બાદ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને છેલ્લે જમ્મુ કાશ્મીર તરફ આગળ વધશે.
રાહુલ ગાંધીએ વાજપેયીની સમાધી પર પહોંચીને સંદેશ આપ્યો કોંગ્રેસની ભારત જોડો યાત્રાની આગેવાની કરી રહેલા રાહુલ ગાંધી દિલ્હીમાં છે. આ દરમિયાન તેઓ સોમવારે સવારે કડકડતી ઠંડીમાં સફેદ ટી શર્ટ પહેરીને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા પહોંચ્યા હતા. સદૈવ અટલ પહોંચીને રાહુલે એબી વાજપેયીની સમાધી પર ફુલ ચડાવ્યા હતા. અહીં ઉલ્લેખનિય છે કે, પહેલા પમ કોંગ્રેસ તરફથી વાજપેયીનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આવા સમયે રાહુલ ગાઁધી તરફથી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીને રાજકીય સંદેશ તરીકે પણ જોવાઈ રહ્યું છે.