Home » photogallery » national-international » Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

Sidhu Moose Wala Murder : મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી

  • 15

    Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

    ચંદીગઢ : લોકપ્રિય ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) ના નિધનથી દેશના દરેક લોકો આઘાતમાં છે. નાની ઉંમરે તેમણે આખી દુનિયામાં ખ્યાતિ મેળવી હતી. 28 વર્ષની ઉંમરે સિદ્ધુ મુસેવાલાની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાની (sidhu mossewala net worth)આસપાસ હતી. તેમને મોંઘા વાહનો ખાસ કરીને ગાડીઓનો ખૂબ શોખ હતો. (તસવીર - સોશિયલ મીડિયા)

    MORE
    GALLERIES

  • 25

    Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

    સિદ્ધુ મુસેવાલા પાસે એક થી એક વૈભવી ગાડીઓ હતી. તેની પાસે મર્સિડીઝ એએમજી 63, ટોયોટા ફોર્ચ્યુનર, જીપ, ઇસુઝુ ડી-મેક્સ, રેન્જ રોવર અને મસ્ટાંગ જેવી ગાડીઓ હતી, જેની કિંમત લગભગ 2.43 કરોડ હતી. તેમણે પોતાના ગામમાં આલીશાન બંગલો બનાવવા ઉપરાંત કેનેડામાં 5 રૂમનું ઘર પણ ખરીદ્યું હતું. (તસવીર - સોશિયલ મીડિયા)

    MORE
    GALLERIES

  • 35

    Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

    મુસેવાલા એક શો કરવા માટે લગભગ 20 લાખ રૂપિયા લેતા હતા. જ્યારે એક ગીત માટે તેની ફી લગભગ છ લાખ રૂપિયા હતી. ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમની પાસે ઘણી બધી જ્વેલરી અને રોકડ પણ હતી. ચૂંટણી પંચને આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની પાસે 5 લાખ રૂપિયાની રોકડ, 5 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ, 18 લાખ રૂપિયાની જ્વેલરી અને જમીન સહિત 8 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એક રિપોર્ટ અનુસાર, 'ધ લાસ્ટ રાઈડ' ગીતના કેટલાક ભાગ એવા હતા કે જેને લઈને ઘણો વિવાદ થયો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)

    MORE
    GALLERIES

  • 45

    Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

    2016માં થઈ હતી કરિયરની શરૂઆત - સિદ્ધુ મુસેવાલા ભારતીય ગાયક, રેપર અને અભિનેતા હતા. તેણે મુખ્યત્વે પંજાબી સંગીત અને ફિલ્મોમાં કામ કર્યું હતું. 2016માં તેમણે ગીતકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2019 માં તેણે 'વેગન' નામના યુગલ ગીત સાથે ગાયક તરીકે તેની સફર શરૂઆત કરી હતી. બાદમાં, તેણે મ્યુઝિક બેન્ડ બ્રાઉન બોયઝ સાથે હાથ મિલાવ્યો હતો. તેમણે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણા ગીતો ગાયા હતા. તેમના ઘણા ગીતોને લઈને વિવાદ પણ થયો હતો. (તસવીર - સોશિયલ મીડિયા)

    MORE
    GALLERIES

  • 55

    Sidhu Moose Wala Net Worth: મોંઘી ગાડીઓનો શોખીન હતો સિદ્ધુ મુસેવાલા, 28 વર્ષની ઉંમરે 30 કરોડની સંપત્તિનો હતો માલિક

    સાચું નામ હતું શુભદીપ સિંહ સિદ્ધુ - 11 જૂને જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ પોતાની કારકિર્દીમાં સિદ્ધુ મુસેવાલા તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા હતા. તેના લાખો ચાહકો આ નામથી જ જાણતા હતા. મુસેવાલા તેના ગેંગસ્ટર રેપ માટે ખૂબ જ લોકપ્રિય હતા. તેની માતા ગામની સરપંચ હતી. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. શાળા-કોલેજના સમયથી જ તેને સંગીતનો શોખ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કેનેડા ગયા હતા. આ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)

    MORE
    GALLERIES