

ચંદીગઢ: પંજાબના મોગા જિલ્લામાં એક ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. મોગામાં પ્રાણી પ્રત્યે ક્રૂરતાનો એક બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ગુરુદ્વારાના સેવાદારોએ લાકડીના ફટકા મારીને એક શ્વાનની હત્યા કરી નાખી હતી. આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. (Photos: News18)


પોલીસને આ અંગે અજાણી વ્યક્તિએ માહિતી આપી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આરોપી સામે કેસ દાખલ કર્યો છે. આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ બંને આરોપીને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. (Photos: News18)


સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર જઈ રહેલા એક શ્વાનને બે આરોપી પાછળથી ઘેરી લે છે. શ્વાન પર લાકડીથી એક પછી એક પ્રહાર કરવામાં આવે છે. શ્વાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન એક આરોપી શ્વાનની પૂછડી પકડીને તેને ઢસડી રહ્યો છે. જ્યારે અન્ય એક આરોપી લોકોને રોકી રહ્યો છે. (Photos: News18)


આરોપીની ઓળખ પરવિન્દરસિંહ અને કુલદીપસિંહ ઉર્ફે લખાના તરીકે થઈ છે. બંને મોગાના દશમેશ નગર ક્ષેત્ર સ્થિત એક ગુરુદ્વારામાં સેવાદાર તરીકે કામ કરે છે. (Photos: News18)