Home » photogallery » national-international » PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

Harjot Singh Bains Marriage with IPS Jyoti Yadav: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરજોત સિંહ બૈંસ શનિવારે રુપનગર જિલ્લાના એક ગુરુદ્વારમાં IPS જ્યોતિ યાદવ સાથે સિખ રીતિ રિવાજથી લગ્ન કર્યા. ગત વર્ષે પંજાબમાં આપ સત્તામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યા હતા. આ દરમ્યાન આપ ધારાસભ્ય નરિંદર કૌર ભારજ અને નરિંદરપાલ સિંહ સવાનાના પણ લગ્ન થયા છે.

  • 16

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પંજાબ સરકારમાં શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ શનિવારે રુપનગર જિલ્લામાં એક ગુરુદ્વારમાં ભારતીય પોલીસ સેવાના અધિકારી જ્યોતિ યાદવ સાથે લગ્નના બંધને બંધાયા હતા.

    MORE
    GALLERIES

  • 26

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    હરજોત સિંહ બૈંસ અને જ્યોતિ યાદવના લગ્ન નંગલની નજીક આવેલ બિભોર સાહિબ ગુરુદ્વારમાં સિખ રીતિ રિવાજથી થયા. બંનેએ હાલમાં સગાઈ કરી હતી. આ હાઈપ્રોફાઈલ લગ્ન સમારંભમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબ સીએમ ભગવંત માન અને કેટલાય નેતાઓ પણ પહોંચ્યા હતા.

    MORE
    GALLERIES

  • 36

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    રુપનગર જિલ્લાના આનંદપુર સાહિબ મત વિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય બનેલા બૈંસ મુખ્યમંત્રી ભગવંત માનની સરકારમાં શિક્ષણમંત્રી છે. વ્યવસાયે વકીલ 32 વર્ષિય બૈંસ આનંદપુર સાહિબના ગંભીરપુર ગામના રહેવાસી છે.

    MORE
    GALLERIES

  • 46

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    વર્ષ 2017ની ચૂંટણીમાં તેમણે સાહનેવાલ મત વિસ્તારથી ચૂંટણી લડી હતી, પણ હારી ગયા હતા. બૈંસ આ અગાઉ રાજ્યમાં આપની યુવા શાખાનું નેતૃત્વ કરી ચુક્યા છે.

    MORE
    GALLERIES

  • 56

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    પંજાબ કૈડરના આઈપીએસ અધિકારી યાદવ હાલમાં માનસા જિલ્લામાં પોલીસ અધીક્ષક તરીકે તૈનાત છે. હરિયાણાના ગુરુગ્રામના યાદવ ગત વર્ષે આપ ધારાસભ્ય રાજિંદરપાલ કૌર છીના સાથે સાર્વજનિક દલીલ બાદ ચર્ચામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 66

    PHOTOS: પંજાબ સરકારના શિક્ષણમંત્રીએ IPS અધિકારી સાથે લગ્ન કર્યા, સામે આવી તસવીરો

    રાજિંદરપાલ કૌર છીનાએ આઈપીએસ અધિકારી પર કહ્યા વગર વિધાનસભા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.યાદવ ત્યારે લુધિયાણામાં સહાયક પોલીસ આયુક્ત હતી. તેમણે લુધિયાણા સાઉથની વિધાયક રાજિંદરપાલ કૌર છીનાને જણાવ્યું કે, તેમને પોલીસ આયુક્ત તરફ આસાજિક તત્વો વિરુદ્ધ સર્ચ ઓપરેશન અભિયાન ચલાવવાનો આદેશ મળ્યો હતો.

    MORE
    GALLERIES