ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુરપ્રીત કૌર લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. આજે બપોરે લગભગ 12 કલાકે બન્નેના લગ્નની વિવિ પૂરી થઇ હતી. ભગવંત માનના લગ્નમાં તેમના પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે લગ્નમાં પિતાની રસમ પૂરી કરી હતી. સીએમ આવાસ પર આયોજીત આ લગ્ન પ્રસંગમાં ગણતરીના મહેમાનોને જ આમંત્રિત કરાયા હતા. ભગવંત માનના લગ્નની તસવીરો સામે આવી છે.
તેમણે કહ્યું કે, પરિવાર આ સંબંધોથી ખુશ છે. ગુરપ્રીત કૌરે મુલાનામાં મહર્ષિ માર્કંડેશ્વર વિશ્વવિદ્યાલય (એમએમયુ) મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.<br />ગુરપ્રીતના પિતા ઇન્દ્રજીત સિંહ નટની પિહોવાના ગામ મદનપુરમાં સંપત્તિ છે. તેમણે કહ્યું કે, ઇન્દ્રજીત સિંહ મદનપુર ગામના સરપંચ હતા અને તેઓ પિહોવાની તિલક કોલોનીમાં રહેતા હતા.