વ્યક્તિનો દાવો છે કે, તેના દ્વારા બનાવેલ બર્ગર દેશનું સૌથી મોટું બર્ગર છે. બર્ગર ચાચુ કહે છે કે, તે કંઈક નવું કરવા માંગતો હતો અને તેના મગજમાં મોટું બર્ગર બનાવવાનો વિચાર આવ્યો છે. તેણે જણાવ્યું કે, જ્યારે તેણે બર્ગર બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે લગભગ 30 કિલોનું હતું. જે બાદ તેને લાગ્યું કે તેને 40 કિલો સુધી બનાવવું જોઈએ.
બર્ગર 30 કિલો બનાવ્યા બાદ બર્ગર ચાચુએ બર્ગરમાં શાકભાજીની માત્રા વધારીને 40 કિલો કરી નાખી છે. બર્ગર ચાચુનો દાવો છે કે, ભારતમાં હજુ સુધી આટલું મોટું બર્ગર કોઈએ બનાવ્યું નથી. તે કહે છે કે આ પહેલા પણ તે આવા ઘણા પ્રયોગો કરી ચુક્યો છે. તે ફૂડ તૈયાર કરવાને લઈને ઘણા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ બર્ગર પછી તે વધુ એક પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યો છે.