

નવી દિલ્હી : દર વર્ષે દુનિચાભરમાં 1 એપ્રિલના દિવસે ફૂલ ડે (April fool day)ના રુપમાં મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ઘણા પ્રકારના મેસેજ અને પ્રૈંક્સ દ્વારા મૂર્ખ બનાવે છે. દુનિયાભરમાં એપ્રિલ ફૂલ ડેના પહેલા મેસેજ અને શાયરી સર્ચ કરવાનો સિલસિલો શરુ થઈ જાય છે. જોકે આ વખતે એપ્રિલ ફૂલ ડેના દિવસે કોરોના વાયરસને લઈને કોઈ પ્રૈક રમવી તમને જેલના સળીયા પાછળ પહોંચાડી શકે છે. આવી કોઈ મજાક સામે સાઇબર ક્રાઇમ અંતર્ગત મામલો નોંધવામાં આવી શકે છે. જોકે આ આખા દેશમાં નહીં ફક્ત મહારાષ્ટ્રમાં (Maharashtra)લાગુ કરવામાં આવ્યો છે.


આ વિશે જાણકારી આપતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે એક એપ્રિલના દિવસે એપ્રિલ ફૂલ બનાવવા માટે કોરોના વાયરસથી જોડાયેલી કોઈ અફવા ફેલાવનાર લોકો સામે પોલીસ સાઇબર ક્રાઇમ અંતર્ગત મામલો નોંધશે અને આવા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.


આ પહેલા પૂણે પોલીસ તરફથી લોકોને ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પૂણે પોલીસે કહ્યું હતું કે જે લોકો એપ્રિલ ફૂલના દિવસે પ્રૈંક કે સોશિયલ મીડિયા પર મજાકના નામે અફવા ફેલાવવા કે કોરોના વાયરસના (Coronavirus) સંબંધમાં ખોટી જાણકારી આપશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. લોકો એપ્રિલ ફૂલ ડેના દિવસે કોઈ પ્રકારની કોઈ મજાક ના કરે. આ માટે પોલીસ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.


પૂણે પોલીસ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એપ્રિલ ફૂલના નામે કોરોના વાયરસથી સંબંધિત કોઈ ખોટી જાણકારી ફેલાવશે તો તેની સામે IPCની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ અંતર્ગત અફવા ફેલાવનારને 6 મહિનાની જેલની સજા અને 1 હજાર રુપિયાનો દંડ કે બંને થઈ શકે છે.