મહારાણી એલિઝાબેથ અને ગ્રીસના ફિલિપે બાર્કિંગહામ પેલેસ ખાતે 11 જુલાઈ 1947ના રોજ સગાઈ કરી તે વેળાની તસવીર. તેમનું જીવનનો યુરોપિયન ઇતિહાસની લગભગ એક સદીનું સાક્ષી રહ્યું છે. તેમનો જન્મ ગ્રીક રાજવી પરિવારમાં થયો હતો. તેઓ બ્રિટનના રાજમાં સૌથી લાંબી સેવા આપનાર વ્યક્તિ હતા. જેમાં એક હજાર વર્ષ જુની રાજાશાહીને 21મી સદીમાં પુનર્જીવિત થવાની ફરજ પડી હતી. (Photo: AFP)
31 જુલાઈ 1947ના આ ફાઇલ ફોટોમાં લેફ્ટનન્ટ ફિલિપ માઉન્ટબેટન પેટી ઓફિસરના ટ્રેનિંગ સેન્ટર ખાતે ક્રિકેટ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. તે સમયે તેમના લગ્ન પ્રિન્સેસ એલિઝાબેથ સાથે 20 નવેમ્બરના રોજ થવાના હતા. બાર્કિંગહામ પેલેસના જણાવ્યા મુજબ ક્વીન એલિઝાબેથ 2ના પતિ પ્રિન્સ ફિલિપ 99 વર્ષની વયે અવસાન પામ્યા છે. (AP Photo/File)
બ્રિટનના પ્રિન્સ ફિલિપ, બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીય, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ ઓફ વેલ્સ અને બ્રિટનની રાજકુમારી એની, પ્રિન્સેસ રોયલે એક પ્રસંગ દરમિયાન એકઠા થયા હતા. તેઓએ 2 સપ્ટેમ્બર 2017ના રોજ સેન્ટ્રલ સ્કોટલેન્ડના બ્રૈમરમાં વાર્ષિક બ્રૈમર ગેધરીંગમાં હાજરી આપી હતી. ગેધરીંગ એ વાર્ષિક પરંપરાગત સ્કોટિશ હાઇલેન્ડ ગેમ્સ છે. જેમાં 1848થી રોયલ પરિવારના સભ્યો નિયમિતપણે ભાગ લેતા હતા. (ANDY BUCHANAN / AFP)
25 ડિસેમ્બર, 2017ના રોજ બ્રિટનના કેથરિન, ડચેસ ઓફ કેમ્બ્રિજ, બ્રિટનના પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઓફ એડિનબર્ગ અને અમેરિકાની અભિનેત્રી મેગન જે બ્રિટનના પ્રિન્સ હેરી સાથે સગાઈના તાંતણે બંધાઈ હતી. આ બધા નોર્ફોકના સેન્ડ્રિંગમ, સેન્ટ મેરી મેગડાલીન ચર્ચમાં રોયલ ફેમિલીની પરંપરાગત ક્રિસમસ ડે ચર્ચ સેવામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. (Adrian DENNIS / AFP)